Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના 35 મતદાન મથકનું સંચાલન મહિલાઓના હાથમાં

hallars-35-polling-booths-are-managed-by-women

જામનગર:-ગુજરાત રાજ્યમાં 26 લોકસભા બેઠક માટે તા.23 એપ્રિલના એક જ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયું છે. ત્યારે આ વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્રિય ચૂ઼ટણીપંચે સખી મતદાન મથકનો કોન્સ્પેટ અમલી બનાવ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં જામનગર સંસદીય  કુલ 35 મહિલા સંચાલિત સખી મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 25 સખી મતદાન મથક જામનગર જિલ્લામાં તેમજ 10 મતદાન મથકો દ્વારકા જિલ્લામાં આવેલા છે. 2014ની લોકસભાની ચૂંટણીથી મહિલા સશક્તિકરણ માટે કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા મહિલાઓ માટે સખી મતદાન મથકો નિમવામાં આવ્યા છે.જેમાં 2014ની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં વિધાનસભા મતક્ષેત્રદીઠ  મહિલા સંચાલીતક મતદાન મથક ફાળવવામાં આવ્યા હતાં.આ લોકસભાની ચૂંટણીમાં જામનગર,દ્વારકા મતવિસ્તારમાં મતક્ષેત્રદીઠ 5-5 મળી કુલ 35 સખી મતદાન મથક બનાવાયા છે.

તમામ પુલીંગ બુથ પર 200 મહિલા કર્મીઓ ફરજ બજાવશે અને જે મતદાન મથકોનું સંપુર્ણ સંચાલન મહિલાઓના હાથમાં જ રહેશે.જેમાં જામનગર જિલ્લામાં 25 અને દ્વારકા જિલ્લામાં 10 સખી મતદાન  સમાવેશ થયો છે.

જામનગર અને દ્વારકા જિલ્લામાં મતક્ષેત્રદીઠ સખી મતદાન મથકની યાદી

  1. લતીપુર-6
  2. ધ્રોલ-4
  3. ધ્રોલ-9
  4. કાલાવડ-3
  5. કાલાવડ-4
  6. બેડી-12
  7. વિભાપર-1
  8. નાઘેડી-1
  9. મોરકંડા-1
  10. થેબા-1
  11. જામ.-51(પટેલકોલોની)
  12. જામ.-60 (વિકાસગૃહ)
  13. જામનગર-72(મેડીકલ કોલેજ)
  14. જામનગર-173(વિકાસ ગૃહ રોડ)
  15. જામ.-130(પેલેસ રોડ)
  16. જામનગર-1(ખોડીયાર કોલોની)
  17. જામ.-27 (ક્રિષ્નાનગર)
  18. જામનગર-45 (રણજિત નગર)
  19. જામનગર-53(હિરજી મિસ્ત્રી રોડ)
  20. જામ.-172 (ખોજા ગેટ)
  21. ધ્રાફા-2
  22. જામજોધપુર-11
  23. જામજોધપુર-8
  24. લાલપુર-5
  25. ખંભાળિયા-1
  26. ખંભાળિયા-25
  27. ખંભાળિયા-31
  28. ભાણવડ-9
  29. ભાણવડ-17સુરજકરાડી-12
  30. ઓખા-10
  31. દ્વારકા-8
  32. રાવલ-5
  33. રાવલ-10

જામનગર સંસદીય મતવિસ્તારના મતદારો બેઠક મુજબ મતક્ષેત્ર પુરૂષ સ્ત્રી અન્ય

 

Related posts

રાવણ દહનમાં મોદી-મનમોહન અને બાપુની ઉપસ્થિતિ!

Nawanagar Time

ગેરકાયદેસર બાંધકામને નહીં ચલાવી લેવામાં આવેઃ કોર્ટ

Nawanagar Time

લઘુતમ વેતન વધારવા સહિત 10 માંગોને લઈ મજૂર મંડળ દ્વારા આવેદન

Nawanagar Time

Leave a Comment