Nawanagar Time
ગુજરાત જામનગર

હાપામાં અડધા કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

hapa-seizes-half-a-million-foreign-liquor

ઈંગ્લીશ દારૂના કટીંગ સમયે આર.આર.સેલ ત્રાટકી : 1176 પેટી દારૂ સાથે આઠ પકડાયા

જામનગર:-હાપા ખાતે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને 49.37 લાખની કિંમતના 1176 પેટી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)  ડ્રેસ ધારી બે નકલી પોલીસ સહિતના શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જામનગર નજીક હાપામાં એક કારના સો રૂમ પાછળ આવેલ  પરિશ્રમ ઓઇલ ઇન્સ્ટ્રીઝમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઠાલવી અમુક શખ્સો કટિંગ કરી રહ્યા હોવાની આર આર સેલ પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પીઆઇ  વાળા સહિતના રાજકોટ રેન્જ પોલીસના સ્ટાફે  દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને આઇસર અને પીક અપ માંથી ગોડાઉનમાં વ્યવસ્થિત રીતે કટીંગ કરવામાં આવી રહેલો રૂા.49,39,200ની કિંમતનો 14112 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરાયો હતો. પોતાનો કારસો પકડાઈ ન જાય તે માટે  હરિયાણાના અંબાલા જિલ્લાના અમરીતસિંઘ લબાના અને ગુરપ્રિતસિંઘ સુખવંતસિંઘ લબાના નામના  ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસની વરદી ધારણ કરી હતી અને આઇસરમાં બોર્ડર પોલીસનો કલર કરી આગળ- પાછળ પોલીસ લખાવી નાખી છેક દિલ્હી થઈ અહીં સુધી દારૂ ઘુસાડી દેવાયો છે. આ બંને ઉપરાંત દિલ્લીના રાજેશ કશ્મીરલાલ ગીલહોત્રા, દિલ્હીના પ્રવિણ તિલકકુમાર રાજદત્તા, ઉત્તરપ્રદેશ ગુડેલાના સુભાષ રામસિંગ સુનેરિયા, આંધ્રપ્રદેશના રામનજી નાગરાજુ વાલ્મિકી, સુરેશ  પુલન અને હાપાના વિપુલ કેસુભાઇ શિયાર નામના શખ્સની ધરપકડ કરી હતી.

hapa-seizes-half-a-million-foreign-liquor
hapa-seizes-half-a-million-foreign-liquor

પોલીસે એક આઇસર, એક મહિન્દ્રા પીકઅપ, બે કાર, બે મોટરસાઇકલ અને દારૂ સહિત રૂા.75,12,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેન્જ પોલીસે આઠેય શખ્સો અને અડધા કરોડનો દારૂનો જથ્થો પંચ એ પોલીસને હવાલે કર્યો હતો. પંચ એ પોલીસે વિધિવત ફરિયાદ  તપાસ હાથ ધરી છે.

Related posts

ભારે કરી! જીજી હોસ્પિટલમાં નર્સનો સ્વાંગ રચીને ગયેલા પૂરીબેન રાઠોડ સિક્યોરિટીની ઝપટે ચડી ગયાં!

Nawanagar Time

જામખંભાળિયામાં અજમેરી પીર નજીક પાલિકાનો જોખમી જર્જરિત પાણીનો ટાંકો

Nawanagar Time

દરેડ ગામની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત

Nawanagar Time

Leave a Comment