Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક કોંગ્રેસનો સ્ટાર પ્રચારક

hardik-congress-star-evangelist

કોંગ્રેસે 40થી વધારે ‘સ્ટાર યોદ્ધાઓ’ની યાદી કરી તૈયાર

જામનગર:-પાટીદાર અનામત આંદોલનનો  હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો ચહેરો બનવાની તૈયારીમાં છે. લોકસભા ચૂંટણી ટાણે જ કોંગ્રેસનો ખેંચ પહેરી રાહુલ ગાંધી સાથે ‘હાથ’ મિલાવનાર હાર્દિકને હવે કોંગ્રેસ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતારવા મન બનાવી લીધું છે. હાર્દિક સામે અનેક આક્ષેપો અને તાકાત કમ કરવાના ષડયંત્ર છતાં એક મજબુત અને લાખો ફોલોઅર્સ સાથે  તરીકે ઉભરેલા હાર્દિકનો કોંગ્રેસ પુરેપુરો ઉપયોગ કરવા પ્લાન તૈયાર કર્યો છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીનાં પ્રચાર અર્થે હાર્દિક અન્ય રાજયોમાં પણ સભાઓ ગજાવી ખાસતો યુવાનોને આકર્ષવા પ્રયત્ન કરશે. અડાલજમાં જનસંકલ્પ રેલીમાં કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ ત્રિરંગો ખેસ પહેરાવી હાર્દિક પટેલ ને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો  હવે હાર્દિક પટેલ નો કોંગ્રેસ ધૂમ રીતે રાજકીય ઉપયોગ કરશે. લોકસભાની ચૂંટણી ના બ્યુગલ ફૂંકાયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા કમર કસી છે. ગઈકાલે અડાલજમાં જનસંકલ્પ રેલીમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રાહુલ ગાંધી એ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ વખતે કોંગ્રેસ ભાજપ સામે આક્રમક:  ચૂંટણી લડવાના મૂડમાં છે. કોંગ્રેસે 40થી વધુ સ્ટાર પ્રચારકોની યાદી કરી છે.

આ વખતે કોંગ્રેસ હાર્દિક પટેલ ને સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. આમેય હાર્દિક પટેલ મોટી ભીડ ભેગી કરી શકવામાં સક્ષમ છે. તેના તેજાબી તેવર સાથે ભાષણો સાંભળવા લોકો ઉમટે છે.

Related posts

જામનગરના વિરલબાગ નજીક યુવતી ઉપર લૂખ્ખાઓનો સરાજાહેર હુમલો

Nawanagar Time

ગરમી ની શરૂયાત માજ લીંબુની બેવડી સદી..

Nawanagar Time

કોના બાપની દિવાળી? કચરા-ફૂવારા માટે કરોડોનું આંધણ

Nawanagar Time

Leave a Comment