Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સ સામે ‘એલાન-એ-જંગ’ના મંડાણ કરતો હાર્દિક

hardik-doing-alan-e-jung-against-reliance

રિફાઈનરીના પ્રદૂષણના પાપે જામનગરના 40 ગામોમાં વરસાદ નથી થતો: ખેડૂતોના હિતમાં લડી લેવાનો રણટંકાર: ખેડૂત અધિકાર સંમેલનમાં જમીન રિ-સર્વે, પાક વીમો, ખેડૂતોના આપઘાત પ્રશ્ર્નો છવાયા

જામનગર:-ખેડૂતોને દેવું માફ, મહત્તમ ભાવે પાકની ખરીદી, રાસાયણિક ખાતરમાં સબસીડી સહિતની માંગોને લઇને જામનગરના ઠેબા ગામે ખેડૂત અધિકાર સંમેલન યોજાયું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાર્દિક પટેલે રિલાયન્સ સામે એલાન-એ-જંગના મંડાણ કરતાં જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરી જામનગરમાં આવેલી  આથી જામનગર જિલ્લામાં રિલાયન્સના પ્રદૂષણથી વરસાદ ઓછો થાય છે. જામનગરમાં રિલાયન્સનો દબદબો હોવાથી જમીનની કિંમત વધે છે એટલે ગુંડાગર્દી વધે છે.

જામનગર ખાતે ખેડૂત અધિકાર  સંમેલનમાં હાર્દિક પટેલે ખેડૂતોને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી તો પ્રદુષણ મુદ્દે જાયન્ટ રિલાયન્સ કંપનીને પણ વખોળી કાઢી હતી. ખેડૂતોના નક્કી કરેલ પેન્સનની   પૂરતી વીજળી, પૂરતા ભાવ અને રાસાયણિક ખાતર અને દવામાંથી જીએસટી મુક્તિ આપવાનક વાત કરી સરકારની ખેડૂત નીતિને આડે હાથ લીધી હતી. કૃષિમંત્રીને ટ્રેક્ટરમાં ગિયર કેટલા છે તે ખબર નથી. કંઇ ઋતુમાં ક્યો પાક થાય તે પણ કેન્દ્રીય કૃષિ મંત્રીને ખબર નથી.

જામનગરમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા ખેડૂત અધિકાર  આયોજન કરવામાં આવ્યું હતું.  જામનગરના આશરે 10 હજારથી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલે ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઇને સરકારને ઘેરી આક્રમક શૈલીમાં સરકારની ઝાટકણી કાઢી હતી. સરકાર આકરા પ્રહાર કરતા હાર્દિકે કહ્યું કે, ખેડુતોને 24 કલાક નહિ 8 કલાક વીજળી આપો તો પણ ઘણુ છે.

મગફળીના 1400 અને કપાસના  રૂપિયા આપો, 600 રૂપિયા પેન્શન નથી જોઈતું, જંતુનાશક દવા – ખાતર અને બિયારણ પર જીએસટી હટાવવા હાર્દિકે સરકારને સૂચન કર્યું હતું. પરંતુ આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી એમ જણાવી પટેલે ભાજપના શાસનમાં વ્યાપેલા ભયને રજુ કર્યો હતો. કૃષિ મંત્રી આર સી ફળદુએ ગામડે ગામડે કહ્યું સભામાં જવાનું નથી,  તો ઠીક વાહન ચાલકોને ગાડી ડિટેઇનનો ભય બતાવવામાં આવ્યો છે છતાં પણ સભામાં ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિને બિરદાવી હતી.

જમીન માપણીમાં રહેલી ક્ષતિને દર્શાવી હાર્દિકે ખેડૂતોને જણાવ્યું હતું કે, તમે ભવિષ્યમાં છોકરાઓને જમીન નહીં , વેર આપીને જશો, સરકારે જમીન માપણી કરી એક-બીજાની જમીન બદલાવી નાખી છે. પરંતુ કોઈ બોલવા  નથી, ખેડૂત, યુવાન, મહિલાઓ બધા જ ચૂપ છે. બીજેપી સામે કોઈ બોલવા તૈયાર નથી. આવું નહીં ચાલે સંગઠિત બનવું પડશે.

hardik-doing-alan-e-jung-against-reliance
hardik-doing-alan-e-jung-against-reliance

 

hardik-doing-alan-e-jung-against-reliance
hardik-doing-alan-e-jung-against-reliance

 

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 2200 ખેડૂતોના આપઘાતના બનાવોને ટાંકી સરકારને સુફિયાણી સલાહ આપી હતી કે દીકરી વગર જેમ દીકરાની આસ ન રખાય એમ ખેડૂત વગર રોટલો ક્યાંથી આવશે ?  પગાર વધારાનો વિરોધ કરી એ રુપુયા ખેડૂતોને આપવા કહ્યું હતું. ભાજપની ખેડૂતલક્ષી નીતિને ખોટી કહી હાર્દિકે જુઠાણા ફેલાવવામાં ગોલ્ડ મેડલ આપવો પડે એમ ઉમેર્યું હતું. મેં સ્થાનિક નેતાઓને કહ્યું હતું તમે ખેડૂતો અને રિલાયન્સ વિરુદ્ધની વાત કરો, કોઈ એ વાત નથી કરતું તેથી ખેડૂત અધિકાર સંમેલનમાં જોડાયો છું એમ  હતું.

રાજ્ય અને દેશના ગુજરાતી પાટીદાર કૃષિ મંત્રીઓની ખીલ્લી ઉડાવતા હાર્દિકે આર સી ફળદુને ટ્રેક્ટરમાં કેટલા ગિયર છે તેની અને પુરુસોત્તમ રૂપાલાને કઈ ઋતુમાં કયો પાક થાય ? તેની પણ ખબર નથી ત્યારે એમાંથી શું આશા રાખવી ? એમ ગર્ભિત વાણી ઉચ્ચારી હતી.

જામનગરમાં ઓછા વરસાદ અને દુષ્કાળ માટે  પ્રદુષણને આગળ ધર્યું હતું અને આ મુદ્દે લડાઈ છેડવાની વાત કરી હતી. સ્થાનિક જનપ્રતિનિધીઓને પણ આડે હાથ લઇ પટેલે કહ્યું હતું કે મુકેશ અંબાણી -ભાજપને ના પાડી દે, અમિત શાહ આરસી ફળદુ અને પૂનમબેન સંમેલનમાં આવવાની પાડી હશે એટલે  સમલેંન માં નથી આવ્યા. ત્યારે રિલાયન્સ સામે કોણ અવાજ ઉઠાવે  જે લડે તેને રિલાયન્સ ફોન કરી દએ, હપ્તો બાંધી આપે, ખેડૂતોની વાત ત્યાંની ત્યાં જ રહી જાય છે. હવે મારે જોવું છે રિલાયન્સ મને કેમ તોલે છે ? એમ કહી ભવિષ્યમાં કંપની સામે મોરચો માંડવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી.

hardik-doing-alan-e-jung-against-reliance
hardik-doing-alan-e-jung-against-reliance

 

hardik-doing-alan-e-jung-against-reliance
hardik-doing-alan-e-jung-against-reliance

કોંગ્રેસના પાટલી બદલું નેતાઓને સંબોધી હાર્દિકે કહ્યું હતું કે એ  આપણી છે. આપણે જ એને મત આપ્યો છે. આપણામાં સુજબૂજ નથી. હવે સમય આવ્યો છે સંગઠિત થવાનો, એક થવાનો અને મજબૂત લડાઈ લડવાનો, આગામી સમયમાં લડવા તૈયાર રહેવા અંતે હાર્દિકે સૌને હાકલ કરી હતી.

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં ચાર ધારાસભ્યો આવ્યા એટલે કેટલાક લોકોને એવું લાગ્યું હશે  આ સભા પાર્ટી પ્રેરિત હશે. પરંતુ આ સંમેલનમાં ભાજપ, કોંગ્રેસના આગેવાનોને આમંત્રિત કર્યા હતા. પરંતુ તેઓ આવ્યા નથી. આ સમાજ આ ખેડૂત દિવસેને દિવસે દુખી થાય છે. સમાજના અને ખેડૂતોની સમસ્યાનું સમાધાન ન હોય ત્યાં સુધી મારે રાજનીતિ કરવાનો અધિકાર નથી. બિયારણ પરથી જીએસટી હટાવો અમારે છ હજારની જરૂર  ભાજપવાળાએ લોકોને કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં જવાનું નથી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2200 ખેડૂત અને દેશમાં 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂત નહીં હોય તો રોટલો ક્યાંથી લાવશો. આ બાબતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ વિચાર કરવાની જરૂર છે. ખેડૂતનું કામ પહેલા કરો પછી ધારાસભ્યોનું કામ પછી

આ ખેડૂત અધિકાર સંમેલનમાં પાસ ક્ધવીનર હાર્દિક ઉપરાંત હિન્દૂ મહા સભાના સ્વામી ચક્રપાણી મહારાજ, જન અધિકાર મંચના પ્રવીણ રામ, જીલ્લાના કોંગી ધારાસભ્યો વિક્રમમાડમ, ચિરાગ કાલરીયા, પ્રવિણમુછડીયા, વલ્લભ ધારવિયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ અને સંમેલનના આયોજનના મુળમાં રહેલા જેન્તી પટેલ, દિગુભા જાડેજા જેવા કોંગી અગ્રણીઓ અને ઈન્દ્રનીલ રાજયગુરુ ઉપસ્થિત રહ્યા  આ તબક્કે વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, મનીષભાઈ પટેલ, અમિતભાઇ ઠુંમર, સાગરભાઈ રબારી, કોંગ્રેસના પ્રદેશ મંત્રી યુસુફ ખફી, કામરેજથી આવેલા કે કે પટેલ, ડો દિનેશ પરમાર, હર્ષ પટેલ, મહુવાથી ભરતસિંહ વાળા, કાંતિ ગઢીયા, પાસ ક્ધવીનર મનોજ પનારા હાજર રહ્યા હતા.

Related posts

જી.જી.માં દર્દીઓની વ્હાલસોયા વ્યવહાર સાથે ખડેપગે સેવા કરતા દર્દી સહાયક

Nawanagar Time

જામનગરમાં હજારો લીટર પાણીનો વેડફાટ

Nawanagar Time

સિક્કા ભુગર્ભ ગટરનું પાણી તળાવમાં ઠલવાતા હોબાળો, મુખ્યમંત્રી સુધી રજૂઆત

Nawanagar Time

Leave a Comment