Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક પટેલે સટ્ટા બજારને નવડાવી

hardik-patel-bumped-the-betting-market

ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળતા તમામ સોદાઓ ફોક, સૌથી વધુ સટ્ટો હાર્દિક પર ખેલાયો’તો

જામનગર:-પાટીદાર અનામત આંદોલન દરમિયાન તોડફોડ કરવાના મુદ્દે કોર્ટે ફટકારેલી  બાદ હાર્દિકના ચૂંટણી લડવા મુદ્દે સસ્પેન્શન ઉભુ થયું હતું. ચૂંટણી લડવા માટે મંજુરી માગતી હાર્દિકની અરજી હાઇકોર્ટે ફગાવી દેતાં તેની સીધી અસર સટ્ટાબજાર ઉપર પડી છે. બુકીઓના મતે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે તો 500 કરોડથી વધુના સોદા ફોક થશે. જો કે મોટાભાગના વલણ હાર્દિક હારે છે, એ રીતે  હોવાનું સટોડીયાઓનું કહેવું છે.

રાજ્યના સટ્ટાબજારમાં આઇપીએલ અને ઇલેકશન એમ બેવડી સીઝન ચાલી રહી છે. તેજીમાં આવેલા સટ્ટાબજારમાં લોકસભાના ઉમેદવારોની હારજીત ઉપર મોટા દાવ ખેલાઇ રહ્યાં છે. ખુલતા બજારે જે ઉમેદવાર અંગે સૌથી વધુ સોદા લખાયા એ હાર્દિક પટેલ છે. પાટીદાર અનામત આંદોલનના ક્ધવીનરમાંથી કોંગ્રેસી બનેલો હાર્દિક જામનગરથી ચૂંટણી  એવી વાતો ફેલાવવામાં આવી હતી. હાર્દિક એન્ડ કંપનીએ સજા સામે અપીલ કરી હોવાનું કારણ દર્શાવી લોકસભાની ચૂંટણી લડવા દેવા હાઇકોર્ટ પાસે મંજુરી માગી હતી. જો કે રાજ્ય સરકારે હાર્દિક સામે નોંધાયેલ સંખ્યાબંધ કેસોના ઉલ્લેખ સાથે આ અરજીનો વિરોધ કર્યો હતો.

હાઇકોર્ટે આપેલા ચુકાદામાં હાર્દિકને ચૂંટણી લડવા મંજુરી આપવાનો ઇન્કાર  દીધો હતો. હાઇકોર્ટના આ આદેશની સીધી અસર સટ્ટાબજારમાં વર્તાઇ હતી. હાર્દિકની હારજીત ઉપર રાજ્યભરમાંથી 500 કરોડથી વધુનો સટ્ટો લખાયાનો અંદાજ છે. બુકીના કહેવા અનુસાર હાર્દિક ચૂંટણી જ નહીં લડી શકે એવા સંજોગોમાં આ સોદા રદ કરવાની નોબત આવશે. હાર્દિક ઉપર મોટાભાગના સોદા લખાયા હતા.

Related posts

જામનગરમાં વ્યસનમુક્તિના સંદેશ સાથે સાયકલ રેલી: નશાબંધી સપ્તાહનો પ્રારંભ

Nawanagar Time

અંતે ચમત્કારને નમસ્કાર

Nawanagar Time

કાનાલુસમાં માસુમ બાળકી સાથે અડપલાં કરનાર ઢગાને 20 વર્ષની કેદ

Nawanagar Time

Leave a Comment