Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક પટેલ જામનગરમાં: બેઠકોનો દૌર

hardik-patel-in-jamnagar-meetings-of-dough

ધ્રોલ-જોડિયાના આગેવાનો સાથે મુલાકાત : સાંજે જામનગર શહેરના કોંગી કાર્યકરો સાથે બેઠક

જામનગર:-હાર્દિક પટેલે કોંગ્રેસમાં વિધીવત પ્રવેશ મેળવ્યા બાદ આજે પ્રથમ વખત જ જામનગરની મુલાકાત લીધી છે. આજે જામનગરની મુલાકાત દરમિયાન ધ્રોલ-જોડિયાના કાર્યકરો અને અગ્રણીઓ સાથે મુલાકાત યોજાયા બાદ  સાંજે હાર્દિક પટેલ શહેરના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજનાર છે.  પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને ભાજપના કટ્ટર દુશ્મન એવા હાર્દિક પટેલે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ આજે પ્રથમ વખત જામનગરની મુલાકાત લીધી છે. નોંધનીય છે કે, હાર્દિક પટેલે જામનગરથી લોકસભાની ચૂંટણી લડવા મન બનાવી લીધું છે  સ્વભાવિક રીતે હાર્દિક પટેલની જામનગર મુલાકાત ઘણી જ સુચક માનવામાં આવી રહી છે. આજે જામનગર જિલ્લાના પ્રવાસ દરમ્યાન ધ્રોલ-જોડિયાના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે બેઠક યોજવાની સાથે-સાથે રાજકીય અને સામાજીક આગેવાનો સાથે મહત્વપુર્ણ વિચાર વિમર્શ કર્યા હતાં.  દરમ્યાન આજે સાંજે હાર્દિક પટેલ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને  સાથે અગત્યની બેઠક યોજી આગામી લોકસભા ચૂંટણી અંગેની રણનીતિ ઘડી કાઢનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે, જામનગર  લોકસભા બેઠક પર પાટીદાર મતદારોનું પ્રમાણ ખુબ જ મોટું છે એવામાં ખંભાળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પણ હાર્દિકને જીતાડવા માટે આહિરસમાજ પડખે હોવાની ખાત્રી આપી છે ત્યારે આવતી  હાર્દિક ખંભાળિયા પંથકમાં બેઠકનો ધમધમાટ ચાલુ રાખી સાંજે દ્વારકા જિલ્લાના રાજકીય આગેવાનો સાથે ચૂંટણી અંગે મહત્વપુર્ણ ચર્ચા-વિચારણા  કરશે તેમજ દ્વારકાના લીમડી ખાતે આહિર અગ્રણી મેરઘ ચાવડાને ત્યાં અગત્યની બેઠક યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

હાલારમાં માવઠાંથી ખેડૂતોને થયેલાં નુકસાન મામલે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતાં ધારાસભ્ય માડમ

Nawanagar Time

જામનગરમાં નાણાંકીય લેતી-દેતીમાં પટેલ યુવાનની હત્યા

Nawanagar Time

જામજોધપુરમાં એક ફૂલ, તીન માલીનો વિચિત્ર મામલો

Nawanagar Time

Leave a Comment