Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક પટેલ જામનગરથી લોકસભા લડશે, સ્થાનિક રાજકારણ મા હડકંપ..

hardik-patel-will-contest-the-lok-sabha-from-jamnagar

લોકસભા લડવા જામનગર બેઠક પસંદ કરતાં રાજકીય નેતાઓની ઉંઘ હરામ: જામનગર- દ્વારકાની સતત મુલાકાત લઇ લોકસંપર્ક વધારતો હાર્દિક

જામનગર:-સવર્ણ માટે અનામતની લડાઇ લડી મોદી સરકારને ઘુંટણીયે પાડી દેનાર એકલવિર યુવાનેતા હાર્દિક પટેલ  આગામી લોકસભા ચૂંટણી જામનગરથી લડે  સ્પષ્ટ નિર્દેશો સાંપડી રહયા છે છેલ્લા મહિનાઓમાં હાર્દિક પટેલ સતત હાલારની મુલાકાત લઇ લોકસંપર્ક વધુ ગાઢ બનાવ્યો છે. હાર્દિકની જામનગરમાં એન્ટ્રીથી સ્થાનિક રાજકારણીઓમાં રીતસર હડકંપ મચી ગઇ છે અને આગામી લોકસભાની ચુંટણીને લઇ અત્યારથી જ કેટલાય મજબુત નેતાઓના હાજા ગગડી ગયા હોવાનું પણ સૂત્રો મળી રહ્યા છે.

પાટીદાર આંદોલન  લાઇમ લાઇટમાં આવેલા ફુટડા યુવાન હાર્દિક પટેલે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં જાહેર જીવનમાં જબરૂં કાઠું કાઢ્યું છે વિપરીત સંજોગો અને મીડિયાના નેગેટીવ રોલ વચ્ચે પણ એકલવિર અડિખમ યુવા નેતા હાર્દિક પટેલે પોતાની સવર્ણને અનામત મળે તે માટેની સતત લડત ચાલુ રાખતાં અંતે અત્યાર સુધી અનામત માટે બંધારણીય ફેરફાર કરવા  તેવી ડિંગ હાંકનાર રાજય અને કેન્દ્ર સરકારને હાર્દિક પટેલ સામે ઘુંટણીયે પડવું પડ્યું છે તેથી કેન્દ્ર સરકારે સવર્ણ માટે 10 ટકા અનામત  લાગુ કરી છે જે આ લવર મૂંછીયા હાર્દિકની જ સફળતા મનાઇ રહી છે. તમામ જ્ઞાતિના યુવાનોમાં અભૂતપુર્વ લોકચાહના મેળવનાર હાર્દિક પટેલ ધડાકા-ભડાકા કરવામાં નિપૂંણ છે અને એથી  હાર્દિકે આગામી લોકસભા ચૂંટણી જામનગરથી લડવાનો દાવ ખેલતા હાલાર પંથકના રાજકીય પંડિતો માથું ખંજવાળતા થઇ ગયા છે.

ઉલ્લેખનિય છે કે, જામનગર લોકસભા બેઠકમાં કુલ 16 લાખ મતદારો છે, જે પૈકી અઢી લાખથી વધુ મતદારો પાટીદાર કોમ્યુનિટિના છે ઉપરાંત, જામનગર લોકસભા બેઠકમાં યુવા મતદારોનું પ્રમાણ પણ  જ મોટું છે અને સવર્ણને 10 ટકા અનામત મળ્યાં બાદ હાર્દિક પટેલના ચાહકોમાં યુવાનોની સંખ્યાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે હાર્દિક જેવા યુવા નેતાની હાલારના લોકોને ખાસ જરૂરત ઉભી થઇ છે અને નિર્ણાયક સમયે જ રાજકીય ક્ષેત્રે એન્ટ્રી કરવા થનગનતા હાર્દિક પટેલે હાલારને સાંકળી લેતી જામનગર લોકસભા બેઠક  પસંદગીનો કળશ ઢોળ્યો હોવાનું  સૂત્રો જણાવી રહ્યા છે. હાર્દિક પટેલ છેલ્લા લાંબા સમયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં છે અને ખેડૂતોના પ્રશ્ર્ને મહાકાય કંપનીઓ સામે બાથ ભીડવા ખેડૂત અધિકાર સંમેલનમાં રણ ટંકાર કરી ચૂકયો છે. ખેડૂત અધિકાર સંમેલન બાદ હાર્દિક પટેલની જામનગર મુલાકાત સતત વધી  છે. છેલ્લા પંદર દિવસમાં હાર્દિક પટેલ જામનગરના કાલાવડ, લાલપુર, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સહિતના વિસ્તારમાં જુના જોગીઓ સાથે સતત મુલાકાત કરી રહ્યો છે. ઉપરાંત હાલારના તમામ તાલુકા મથકે પોતાના કાર્યાલય પણ શરૂ કરી દિધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં લોકસભા ચૂંટણીનો કાઉન્ટ ડાઉન શરૂ થતાં જ હાર્દિક પટેલે  લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા મન બનાવી લેતાં એક તરફ સ્થાનિક રાજકારણીઓની ઉંઘ હરામ થઇ છે તો બીજી તરફ વર્ષોથી કચડાયેલી પ્રજાનો અવાજ હાર્દિક જેવા લડાયક નેતા કેન્દ્ર રાજય સુધી પહોંચાડી હાલારની પ્રજા માટે કંઇક કરી છુટશે તેવો આશાવાદ જાગ્યો છે.

Related posts

‘સલામત’ ગુજરાતમાં બહેન-દીકરીઓ ‘અસલામત’

Nawanagar Time

જામનગર નજીક મોટરકાર ભડ-ભડ સળગી

Nawanagar Time

સરકારથી ડરવાની જરૂર નથી: જયંતીભાઇ સભાયા

Nawanagar Time

Leave a Comment