Nawanagar Time
ગુજરાત

હાર્દિક પટેલે પાટીદારોના વિરોધનો સામનો કરવો પડશે: લાલજી પટેલ

hardik-patel-will-face-opposition-from-patidars-lalji-patel

મહેસાણા:-હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત અંગે લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ અનેક વખત મીડિયા સમક્ષ સમાજના મુદ્દા પુરા કર્યા બાદ રાજકીય પાર્ટીમાં જોડાઈશ નહીં એવી જાહેરાત  ચૂક્યો છે. હવે જો તે કોંગ્રેસમાં જોડાશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે.

લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક પોતાની મહત્વાકાંક્ષા પુરી કરવા માટે નેતા બનવા જઈ રહ્યો છે. તેણે પાટીદાર સમાજના વિરોધનો સામનો કરવો પડશે. જો તે ચૂંટણી લડશે તો સમાજ તેનો વિરોધ કરશે.

લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે,  પટેલે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. તેણે સમાજ માટે આંદોલન ચલાવ્યું હતું અને

સમાજનો ઝંડો પકડીને તે આગળ આવ્યો છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પીટાદાર સમાજ હાર્દિકને વોટથી જવાબ આપશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ હાર્દિક પટેલે એક ટ્વીટ  જણાવ્યું છે કે, તે 12 માર્ચના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યો છે.

Related posts

દ્વારકા કોંગ્રેસ ભાંગીને ભૂક્કો: પી.એસ. જાડેજા ભાજપમાં

Nawanagar Time

કાલે ધો.12 કોમર્સનું પરિણામ

Nawanagar Time

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની દહેશત

Nawanagar Time

Leave a Comment