Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક પટેલ લડશે 2019 ચૂંટણી…

hardik-patel-will-fight-in-2019-elections

રાજસ્થાનનીજાહેર સભામાં કરી જાહેરાત

જામનગર:-પાટીદાર અગ્રણી અને પાસના ક્ધવીનર હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડવા સતાવાર જાહેરાત કરતા જ રાજકીય ગરમાવો આવ્યો છે, રાજસ્થાન પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલે લોકસભા લડવા સતાવાર જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે કેમ તે અંગે છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો છે હાર્દિક પટેલે રાજસ્થાનના પ્રવાસ દરમિયાન સતાવાર રીતે ચૂંટણી લડવા જાહેરાત કરી છે જો કે કયા પક્ષમાંથી અને કઈ બેઠક ઉપરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જો કે હાર્દિક પટેલના નિકટતમ વર્તુળોના જણાવ્યા મુજબ હાર્દિક ગુજરાતની અમરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે, ભાજપ સાથે 36 નો આંકડો ધરાવતો હાર્દિક સ્વાભાવિક પણે જ કોંગ્રેસમાંથી મેદાને ઉતરે તે વાત પણ નક્કી જ હોવાનું મનાય રહ્યું છે.

Related posts

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યની મુલાકાતે હાર્દિક પટેલ

Nawanagar Time

દ્વારકામાં કલોક રૂમ તથા ગોમતી ઘાટે કપડા બદલવા ઓરડી બનાવવા માંગ

Nawanagar Time

સિકકા ખાતે દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા માર્ગ સલામતી સપ્તાહ

Nawanagar Time

Leave a Comment