Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક પટેલ જામનગરમાં આઠમીએ સભા ગજવશે

hardik-patel-will-organize-the-eighth-meeting-in-jamnagar

ઠેબા ખાતે અખિલ ભારતીય પંચાયત પરિષદના ખેડૂત અધિકાર સંમેલનમાં હાજરી આપશે

જામનગર:-જામનગરના ઠેબા બાયપાસ ચોકડી ખાતે આગામી તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ અખિલ ભારતીય પંચાયત પરિષદ-ન્યુ દિલ્હીવાળા ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ખેડૂતોને સંબોધશે.

જામનગરના ઠેબા બાયપાસ ખાતે બપોરે 2.00 કલાકે યોજાનાર ખેડૂત અધિકાર સંમેલનમાં ખેડૂતોનો દેવામાંથી, પાકવીમો, મહત્તમ ભાવે પાકની ખરીદી, ખેતીને નુકશાન કરતાં પ્રાણીઓની રંજાડ, કૃષિલોન, ટયૂબવેલ માટે દિવસે લાઇટનો પ્રશ્ર્ન, તાર ફેન્સિંગ માટે સબસિડી આપવી, રાસાયણિક ખાતર તથા દવાઓમાં સબસિડી તેમજ બેરોજગાર યુવાનોને ભથ્થું આપવા સહિતના મુદ્દાને આવરી લેવામાં આવશે.

અખિલ ભારતીય પંચાયત પરિષદના ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ ખેડૂતો અને રોજગારી મામલે ખેડૂતોને સંબોધિત કરશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સંમેલનમાં ગામેગામથી ખેડૂતો ઉમટી પડશે. અખિલ ભારતીય પંચાયત પરિષદના નેજા હેઠળ આઠમીએ યોજાનાર આ સંમેલનમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ ખેડૂત સંમેલન અને હાર્દિક પટેલની જાહેરસભાને સફળ બનાવવા પાસ સમિતિના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાના ગામડાઓ ખૂંદી રહ્યા છે અને ખાટલા બેઠકો યોજી ખેડૂતોને-ગ્રામ્યજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરી રહ્યા છે. પાસ સમિતિના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠેબા ચોકડી પાસેનું ખેડૂત સંમેલન ઐતિહાસિક બની રહેશે અને તેમાં અંદાજે એકાદ લાખ ખેડૂતો ઉપસ્થિત રહેવાની ધારણા છે. આ સંમેલનમાં પાસ સમિતિ અને ખેડૂતો દ્વારા આગામી કાર્યક્રમોની રણનીતિ નિર્ધારીત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવાની જાહેરાત થતાં જ રાજ્ય સરકાર અને ભાજપ દ્વિધામાં મૂકાઈ ગયા છે.

Related posts

મહાનગરપાલિકાએ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ વસૂલ્યો રૂપિયા ચોવીસ લાખનો દંડ

Nawanagar Time

નાગરિકતા કાયદાના સમર્થનમાં સંતો-મહંતો-નેતાઓની રેલી

Nawanagar Time

ચેકડેમો તળિયાઝાટક, ગ્રામ્ય પંથકમાં સ્થાનિક સોર્સમાં પાણી ડુક્યા

Nawanagar Time

Leave a Comment