Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સ્વાઈન ફલુનો હાહાકાર: બે દિવસમાં સાત દર્દી

harmful-of-swine-flu-in-jamnagar-seven-patients-in-two-days

દર્દીઓ શંકાસ્પદ હાલતમાં: એકની સ્થિતી ગંભીર: છેલ્લા બે દિવસના સ્વાઇન ફલુના દર્દીઓમાં વધારો થતાં આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું

જામનગર:-જામનગરમાં સ્વાઇન ફલુનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં હાલ સાત પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે જયારે બે દર્દીઓ સ્વાઇન ફલુના શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં દાખલ  છે. તો વળી એક દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે શિયાળાની મોસમમાં માથું ઉંચકતાં સ્વાઇન ફલુએ પણ કહેર મચાવ્યો છે. જી.જી.હોસ્પિટલમાં સ્વાઇન ફલુના 7 પોઝીટીવ દર્દીઓ દાખલ છે જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો  બાજુ શહેરના વધુ બે દર્દીઓ સ્વાઇન ફલુની શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થતાં ડોકટરોમાં દોડધામ મચી જવા પામી હતી.

શહેરમાં બે દર્દીઓ સ્વાઇન ફલુની શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયા હોય ડોકટરો દ્વારા આ બન્ને દર્દીઓના લોહીના નમુના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફલુના  વધારો થતાં આરોગ્ય તંત્ર પણ રોગચાળો નાથવા ધંધે લાગ્યુ છે જયારે જી.જી.હોસ્પિટલમાં સ્વાઇનફલુના અલાયદા વોર્ડમાં નવ જેટલા દર્દીઓ દાખલ હોય હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.

Related posts

ભારે વરસાદની આગાહીના પગલે બંધ કરાયેલા એસ.ટી. રૂટ ફરી શરૂ

Nawanagar Time

જામનગરના ક્રોસ-વે બિલ્ડીંગમાં શોર્ટ-સર્કીટથી આગ: અગ્નિશામક સાધનો શોભાના ગાંઠિયા

Nawanagar Time

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ

Nawanagar Time

Leave a Comment