Nawanagar Time
ગુજરાત જામનગર

પાકવીમા કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ

harvesting-with-peasants-firms-by-farmers

સરકારે 1600 કરોડ ચુકવ્યા તેમ છતાં વીમાકંપનીઓએ ખેડૂતોને નામ માત્ર વીમો ચુકવી છેતરપિંડી કરતાં તપાસ શરૂ

જામનગર:-રાજ્યભરમાં ખેડૂતો સાથે પાકવીમાની ચૂકવણીમાં વીમા કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની ગોલમાલ થઈ હોવાનું સામે  ખળભળાટ મચી જવા પામ્યો છે. ખુદ સરકાર દ્વારા વિધાનસભામાં આ વિગતો રજુ કરાયા છતાં સરકાર દ્વારા કંપનીઓ સામે હજુ સુધી કોઈ એકશન નહીં લેવાતા સરકારની દાનત સામે પણ સવાલો ઉભા થયા છે. પાકવીમામાં ગોલમાલ મુદ્દે તપાસમાં 6 જેટલી કંપનીઓ બેનકાબ થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે, જે પ્રિમિયમ  કંપનીઓને આપ્યું છે તેની માત્ર 40 ટકા જ રકમ ખેડૂતોને મળી છે. જે કંપનીએ તગડું પ્રિમિયમ લઈ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. જેમાં એગ્રી કલ્ચર ઈન્સ્યોરન્સને સરકારે 580 કરોડ રૂપિયા આપ્યા જેની સામે કંપનીએ ખેડૂતોને માત્ર 87 કરોડ રૂપિયા જ ચૂકવ્યા.  તો એચડીએફસીને સરકારે 1124 કરોડ રૂપિયા આપ્યા જેની  એચડીએફસીએ ખેડૂતોને માત્ર 690 કરોડ રૂપિયા ચુકવ્યા છે. જ્યારે ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને સરકારે 1600 કરોડ રૂપિયા ચુકવ્યા જેની સામે કંપનીએ ખેડૂતોને માત્ર 356 કરોડની જ ચૂકવણી કરી છે. આવી રીતે ઈફ્કો ટોકિયોને સરકારે 50 કરોડ ચૂકવ્યા જ્યારે કંપનીએ તો ખેડૂતોને માત્ર 10 કરોડ જ ચૂકવ્યા છે. છેતરપિંડી કરવામાં  પણ બાકાત નથી. એસબીઆઈને સરકારે 425 કરોડ ચૂકવ્યા જેની સામે એસબીઆઈએ ખેડૂતોને 176 કરોડ રૂપિયાની જ ચૂકવણી કરી. આ ઉપરાંત યુનાઈટેડ ઈન્સ્યોરન્સને પણ સરકારે 30 કરોડની ચૂકવણી કરી જેની સામે કંપનીએ ખેડૂતોને 32 કરોડની ચૂકવણી કર્યાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, વિધાનસભામાં જ પ્રશ્નતરી દરમિયાન મહત્વની વિગતો સામે  છે. વીમા કંપનીઓ ખેડૂતોને છેતરી રહી હોવાનો આધારપુરાવો સામે આવ્યો છે.  ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવાની વાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર ચોપડે હોય તેમ જણાઇ રહ્યુ છે. આ મુદ્દે ગુજરાત હિત રક્ષક મંડળ મેદાનમાં આવ્યુ છે અને તેઓ દ્વારા જ્યાં સુધી ગત વર્ષનું વસુલાયેલુ વ્યાજ ખેડૂતને પરત  આપવામાં આવે અને વ્યાજ વસુલવાનો નવો પરિપત્ર પરત ખેચવામાં નહી આવે તો ખેડૂતો દ્વારા વ્યાજ અને પાક ધિરાણની રકમ બેંકમાં જમા કરાવવામાં નહી આવે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ મામલે ખેડૂત રામુભાઇ ગલબાભાઇ ચૌધરીએ જણાવ્યુકે, તેઓએ ધી સોલૈયા સેવા સહકારી મંડળીમાંથી 2017ની સાલમાં 1,20,990 રૂપિયાનું ધિરાણ લીધુ હતું.  પેટે મંડળીએ તેઓ પાસેથી ધિરાણ અને વ્યાજની 10323ની રકમ સહિત 1.39 લાખ રૂપિયા વસુલ કર્યા હતા. આ વ્યાજ નિયમ પ્રમાણે તેમના બેંકમાં જમા કરાવવાનું હોય છે. પરંતુ આજદિન સુધી વ્યાજની રકમ જમા થઇ નથી. હજુ ગત વર્ષના વ્યાજની રકમ જમા નથી થઇ ત્યાં આ વખતે ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ  ઓપરેટીવ બેંક લીમીટેડ દ્વારા સહકારી મંડળીઓને ખેડૂતો સભાસદો પાસેથી સાત ટકાના વ્યાજના દરે વસુલાત કરવાનો પરિપત્ર કર્યો છે. જેનો ગુજરાત ખેડૂત હિત રક્ષક મંડળે વિરોધ કર્યો છે. આમામલે ખેડૂત હિતરક્ષક મંડળના સહમંત્રી ભરતભાઇ ચૌધરીએ સરકાર 31 માર્ચ સુધીમાં પરિપત્ર પરત ખેંચે તેવી માગ કરી છે.

Related posts

તલાટીને સોગંદનામાની સત્તાના ફતવા સામે વકીલોએ બાયો ચડાવી

Nawanagar Time

રાજપુત સમાજની 2000 મહિલાઓએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીર શહીદોને શ્રદ્ધાંજલી આપી

Nawanagar Time

રણજીતસાગર ડુક્યો: પાંચ દી’નું પાણી

Nawanagar Time

Leave a Comment