Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરને હેલ્ધી રાખવા સાંસદ પૂનમબેનનો આરોગ્ય મેળો

health-fair-from-punamben-for-jamnagar

સ્વાઇન ફલુથી બચવા ખાસ સુચનો તેમજ આયુર્વેદિક ઉકાળા અપાયા : આરોગ્ય મેળાનો દર્દીઓએ લાભ લીધો

જામનગર:-જામનગરમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાય તેવા હેતુથી એમ.પી.શાહ મેડીકલ કોલેજ કમ્પાઉન્ડમાં સાંસદ પુનમબેન માડમ દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું. જેનો લાભ શહેરના લોકોએ લીધો હતો.

આરોગ્ય મેળામાં સ્વાઇનફલુથી બચવાથી ખાસ સુચનો આપવામાં આવ્યા હતાં. ઉપરાંત ઉકાળાનું વિતરણ થયું અને બીનચેપી રોગ અંગે જાણકારી  હતી. આરોગ્ય મેળામાં નામાંકીત નિષ્ણાંત તબીબોએ જરૂરીયાતમંદ લોકોનું નિદાન સારવાર કર્યુ હતું.

જામનગરમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તેવા આશયથી આજે સવારે એમ.પી. શાહ મેડીકલ કોલેજ કમ્પાઉન્ડમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જનતાને સ્વાસ્થ્ય અર્થે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં  અમૃતમ યોજના, આયુષ્યમાન ભારત જેવી યોજનાની માહિતી અપાઇ હતી. તેમજ સ્વાઇનફલુથી બચવાના સૂચનો, ઉકાળા વિતરણ અને બિનચેપી રોગની જાણકારી લોકોને અપાઇ હતી જેનો બહોળા શહેરીજનોએ લાભ લીધો હતો.

health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar
health-fair-from-punamben-for-jamnagar

Related posts

જામનગરમાં 24 કલાકમાં 14 પૉઝિટીવ: એક મોત

Nawanagar Time

જી. જી. હોસ્પિટલમાં ‘પાણી નથી’ ના બોર્ડ લાગ્યા

Nawanagar Time

બંધાણીઓની તલબ સંતોષતા જામનગરના હોલસેલર વેપારી

Nawanagar Time

Leave a Comment