Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં આરોગ્ય કર્મચારીઓની ગાંધીગીરી

health-workers-gandhigiri-in-khambhalia

ખંભાળિયા:-ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ આંદોલનનો પ્રારંભ કરાયો છે.

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગત તા.15મીથી હાથ ધરાયેલા અચોક્કસ મુદતના હડતાલ આંદોલનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ આશરે અઢીસો જેટલા કર્મચારીઓ જોડાયા છે.

આ હડતાલ આંદોલનના દશમાં દિવસે આરોગ્ય  તેમની માંગણીઓ ઉચ્ચ કક્ષાએ સરકારના કાન સુધી પહોંચે તે માટે ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરી (જિલ્લા સેવા સદન) ખાતે ગાંધીગીરી રજૂ કરી, વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ અંતર્ગત કલેકટર કચેરીના ગેઇટ પાસે કર્મચારીઓએ એકત્ર થઇ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ વિગેરેને ગુલાબનું  આપી, આ અધિકારીઓ, હોદેદારોને તેઓ દ્વારા કર્મચારીઓની ઉપવાસી છાવણીની મુલાકાત લઇ, તેઓની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરી હતી.

health-workers-gandhigiri-in-khambhalia
health-workers-gandhigiri-in-khambhalia

આ ઉપરાંત જિલ્લા પંચાયતના બજેટ માટેના જનરલ બોર્ડની મીટીંગમાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્ર્નોના સુખદ નિરાકરણ માટે તમામ સભ્યો દ્વારા ઠરાવ પસાર કરી રાજ્ય સરકારમાં ત્વરીત નિકાલ થાય તે માટે રજૂઆત  કરવામાં આવી હતી.

Related posts

હું ભાજપમાં નહીં જાઉં: ચિરાગ કાલરિયા

Nawanagar Time

ન હોય… સખત ટેસડા કરો તો 25 લાખનો પગાર!

Nawanagar Time

જામનગરમાં તા.19મીએ ભાજપનું વિજય ટંકાર યુવા સંમેલન યોજાશે

Nawanagar Time

Leave a Comment