Nawanagar Time
ગુજરાત

દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ રક્તદાન કેમ્પ યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

health-workers-of-dwarka-district-protested-with-the-arrangement-of-blood-donation-camps

પડતર માંગણી સંદર્ભે માસ સીએલ પર ઉતરી જઇ પ્રજાજનોને ઉપયોગી બનતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ

દ્વારકા:-ગુજરાત પંચાયત આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા આંદોલનના ભાગરૂપે આરોગ્ય કર્મચારી મહામંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ ફાર્માસિસ્ટ લેબ. ટેકનીશિયન આરોગ્યના તમામ સ્ટાફના પડતર પ્રશ્ર્નોનું વારંવાર રજૂઆત સરકારમાં કરવા છતાં પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ઘેરી હતાશા અને નિરાશા હોવાથી આરોગ્ય કર્મચારીઓના હક માટે નાછૂટકે આરોગ્ય કર્મચારી મહાસંઘ-ગાંધીનગરના આદેશ અનુસાર તબક્કાવાર આંદોલનના કાર્યક્રમ આપવા છતાં સરકાર દ્વારા કોઇ હકારાત્મક પ્રત્યુત્તર ન મળવાને કારણે પંચાયત વિભાગના આરોગ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા તા. 06-02-2019ના રોજ માસ સી.એલ. મુકી તમામ કર્મચારીઓ દ્વારા જિલ્લા મથકે રચનાત્મક કાર્યક્રમ આપી સગર્ભા સ્ત્રીઓ તથા ગરીબ દર્દીઓ તેમજ થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં 66 કર્મચારી દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું. તેમજ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્વક રામધૂન, સફાઇ કાર્યક્રમ જેવા અન્ય કાર્યક્રમ આપી આંદોલનને સફળ બનાવવામાં આવેલ હતો તેમજ હવે પછી સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ અપનાવવામાં નહિ આવે તો તા.15-2-19થી આરોગ્યના તમામ કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેવું રાજેશભાઇ એમ. વ્યાસ પ્રમુખ, આરોગ્ય કર્મચારી મહામંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

જામનગર-રાજકોટ વચ્ચે રગસીયા ગાડા માફક દોડતી ઇન્ટરસીટી બસ

Nawanagar Time

હવે ‘પી’ને ગાડી ચલાવતા ઝડપાયા તો આવા હાલ થશે, પોલીસને મળી છે આ છૂટ

Nawanagar Time

ગુજરાતના દરિયામાં છ લોકો હથિયાર સાથે દેખાયાના મેસેજથી પોરબંદર કોસ્ટગાર્ડ અને પોલીસ તંત્ર એલર્ટ

Nawanagar Time

Leave a Comment