Nawanagar Time
ગુજરાત જામનગર

આરોગ્ય કર્મચારીઓની હડતાળ સાતમાં દિવસમાં પ્રવેશી

health-workers-strike-strikes-in-the-seventh-day

હડતાળને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર અસરો

જામનગર:-છેલ્લા બે માસથી અલગ અલગ કાર્યક્રમો દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ પોતાના પ્રશ્ર્નો સરકારને રજૂઆત કરી મોકલાવેલ. પરંતુ તેઓ યોગ્ય હકારાત્મક પ્રતિસાદ ન મળતા નાછૂટકે તા.1પમીથી અચોકક્સ મુદતની હડતાલ પર જવા આરોગ્ય કર્મચારીઓને ફરજ પડેલ. સમગ્ર રાજયમાં ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર 3પ000 આરોગ્ય કર્મચારીઓની હડતાલ  સાતમા દિવસમાં પ્રવેશી છે.

આ મુદે જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા જણાવવામાં આવેલ કે આ હડતાળની માઠી અસરો ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળેલ છે હાલમાં સ્વાઈન ફલુ જેવી મહામારીના કેસોમાં વધારો થયેલ અને અમુક કિસ્સામાં મૃત્યુ જેવા ગંભીર બનાવો પણ બનવા પામેલ છે તે ઉપરાંત રોજીંદી આરોગ્ય સેવાઓ પણ ખોરવાઈ  છે.

ઉપરાંત ડેંગ્યું મેલેરીયા, ઝાડા-ઉલ્ટી જેવા રોગો અટકાયતની કામગીરી પણ બંધ રહેતી હોવાથી ધીમે ધીમે રોગચાળો માથુ ઉચકી રહયો છે. માં અમૃતમ કાર્ડ, શાળા આરોગ્ય રેફરલ સેવાઓ સંપૂર્ણ ખોરવાઈ ચુકી હોઈ સામાન્ય માણસો હાલાકીનો ભોગ બની રહયા છે.

આરોગ્ય કર્મચારીઓના પ્રાણ પ્રશ્ર્ન જેવા કે ત્રિસ્તિરય માળખુ, તેમને ટેકનીકલ ગણવા,  તેમાં આરોગ્ય ક્ષ્ોત્રે રસીકરણ, પ્રસુતી સેવા, રોગ અટકાયત, દર્દીઓની સારવાર, લેબોરેટરી સેવાઓ જેવી સેવાઓ ખરેખર ટેકનીકલ કામ જ ગણાય, છતા આરોગ્ય કર્મચારીઓને સરકાર ટેકનીકલ નાગણી તે મુજબનો ગે્રડ પે તથા સુવિધા ના આપતી હોય નાછૂટકે આરોગ્ય કર્મચારીઓને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળનું શસ્ત્ર ઉગામવાની જરૂરીયાત પડી છે.

Related posts

કોર્પોરેશનના ઓડિટ રીપોર્ટમાં ટાઉનપ્લાનિંગ અને હાઉસટેક્સ વિભાગની ગંભીર બેદરકારી

Nawanagar Time

સીએએ મંજૂર નથી: જામનગરમાં ‘સંવિધાન બચાવો’ રેલી

Nawanagar Time

જી.જી. હોસ્પિટલના એક્સ-રે, સોનોગ્રાફી મશીન બંધ

Nawanagar Time

Leave a Comment