Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક 12મીએ કોંગ્રેસનો ‘હાથ’ પકડે તેવી શક્યતા

hearty-likely-to-catch-the-congress-hand-on-12th

જામનગર:-પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલ આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. 12મીએ રાહુલ ગાંધીની હાજરીમાં અમદાવાદમાં યોજાનારી જનસંકલ્પ  આ પાસ નેતા કોંગ્રેસમાં જોડાય તે માટે ચક્રો ગતિમાન થયાં છે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રો દાવો કરે છે કે, પાસ નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે. એવું બને કે જો આ દિવસે નહિ જોડાય તો લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાં જોડાશે તે તો નક્કી જ  ખુદ હાર્દિક પટેલે પણ કોંગ્રેસમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહિ પરંતુ લોકસભાની જામનગર અથવા તો મહેસાણા બેઠક પર ચૂંટણી લડવાની પણ હાર્દિકે કોંગ્રેસ સમક્ષ માગણી કરી છે. સમગ્ર મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સીધો વાર્તાલાપ થયો છે. એવું પણ બની શકે કે, જો કોંગ્રેસ હાઈકમાન્ડ લોકસભા  લડાવવા માટે તૈયાર ના થાય તો ઊંઝાની પેટા ચૂંટણી માટે પણ ઓફર કરી શકે તેમ છે.

Related posts

દીકરા નરેન્દ્રની જીત દેખાતા માતા હીરાબા હરખાયા

Nawanagar Time

ખંભાળિયામાં દમ, શ્ર્વાસના દર્દીઓને જામનગરના ધક્કા બંધ

Nawanagar Time

સેવા સદન-4માં ભેદી આગ: અગ્નિશમનના સાધનો શોભાના ગાંઠિયા

Nawanagar Time

Leave a Comment