Nawanagar Time
ગુજરાત જામનગર

આગ ઓકતી ગરમી! પાંચ દિવસ હિટવૅવની આગાહી

heat-the-fire-five-day-hitchwave-forecasts

જામનગરમાં તાપમાનનો પારો 40 ને અડુ-અડુ: અંગ દઝાડતાં તાપથી બપોરના સમયે હાલારના માર્ગો સૂમસામ

જામનગર:-જામનગર-દ્વારકા સહીત હાલારભરમાં ઉનાળાની આકરી ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ખાસ કરી બપોરના સમયે અંગ દઝાડતા તાપથી માર્ગો સૂમસાન ભાસી  છે અને આકરી ગરમીથી રાહદારીઓ, વાહનચાલકો તોબા પોકારી ઉઠયા હતા. મંગળવારે મહતમ તાપમાનનો પારો 40 ડીગ્રીને અડુ-અડુ થવા જઈ રહ્યો છે અને હિટવેવની તિવ્ર અસરથી જનજીવન પ્રભાવિત થયું હતું.

જામનગરમાં ઉનાળાના આરંભ સાથે જ સુર્યનારાયણનો મહદઅંશે આક્રમક મિજાજ જોવા મળ્યો છે, તેમાં પણ ગત સપ્તાહથી શરૂ થયેલી ગરમીનુ પ્રમાણ  ધીરે ધીરે વધી રહ્યુ છે. સોમવારની સરખામણીએ મંગળવારે મહત્તમ તાપમાનનો પારો ત્રણ ડીગી ઉંચકાતા ગરમીનુ સામ્રાજય છવાયું હતું. સૂર્યોદય બાદ જ ધીરે ધીરે ગરમીનુ જોર વધતા બપોરે તો અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો. સતત ધમધમતા રાજમાર્ગો પર અવર જવર કરતા લોકો સુર્યદેવતાના પ્રકોપના પરસેવે રેબઝેબ  હતા.જ્યારે તાપથી બચવા રાહદારીઓ અને વાહનચાલકો ટોપી, ગોગલ્સ વગેરેનો ઉપયોગ કરતાં જોવા મળ્યાં હતાં.ફાગણ માસના અંતિમ સપ્તાહથી જ ગરમીનુ જોર વધી રહ્યુ છે. એક જ દિવસમાં મહતમ તાપમાનનો પારો 3 ડીગ્રી ઉંચકાતા આકરી ગરમીનો લોકોએ અનુભવ કર્યો હતો. આગામી પાંચ દિવસ સુધી હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. જામનગરમાં  નારાયણનો આકરો મિજાજ, પારો 39 ડિગ્રીએ  પહોંચી ગયો છે અને છેલ્લા પાંચ દિવસનું તાપમાન તીવ્ર ગતિથી આગળ ધપી રહ્યું છે ત્યારે ગરમીમાં આટલી સાવચેતી રાખવી જરૂરી બની છે. ખાસ કરીને ગરમીમાં ભૂખ્યા ન રહેવું, હળવો આહાર લેવો, વધુ પાણી પીવું, વ્રત-ઉપવાસમાં જયુસ તેમજ પ્રવાહી પીવુ, ડાયાબિટીઝના દર્દીઓએ ફળ અને  વધુ સેવન કરવું, ગરમીમાં દહી-છાશ વધુ માત્રામાં લેવું.

Related posts

સાંકડો રસ્તો, હેવી વીજ લાઈન… તો’ય લે-આઉટ મંજૂર !

Nawanagar Time

જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ત્રીપાંખીયા જંગના એંધાણ

Nawanagar Time

સરકારી નીતિ નિયમો તથા સ્થાનિક કનડગતથી ત્રસ્ત

Nawanagar Time

Leave a Comment