Nawanagar Time
અમદાવાદ ગુજરાત

હજુ બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ

heatwave-in-saurashtra-kutch-for-two-days

મહત્તમ તાપમાનમાં જોરદાર વધારો : પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ:-સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હીટવેવથી ગરમીમાં વધારો થયો છે અને હજુ બે દિવસ આ વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં 39.9  સાથે વલસાડ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધુ અને લઘુતમ તાપમાન 1.8 ડિગ્રીથી વધીને 22.6 ડિગ્રી નોંધાયું હતું,

પરંતુ દિવસ દરમિયાન વાદળોનું પ્રમાણ રહેતા ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો. જોકે બપોરના 2થી 5 દરમિયાન લોકોએ ગરમીનો અનુભવ  હતો. આગામી બે દિવસો દરમિયાન શહેરના તાપમાનમાં વધારો થવાની શક્યતા હોવાથી ગરમી વધવાના સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.

હીટવેવની અસરોથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 38થી 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23થી 25 ડિગ્રી વચ્ચે પહોંચ્યો હતો. રાજ્યમાં 39.9 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ  નોંધાઈ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભુજ, મહુવા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, વલસાડ અને સુરતમાં ગરમીનો પારો 39 ડિગ્રી વટાવી ગયો હતો.

Related posts

પાવર ઓફ એટર્નીથી પ્રોપર્ટી ટ્રાન્સફર કાયદેસર નથી: સુપ્રિમ કોર્ટ

Nawanagar Time

પાણીનો પ્રાણ પ્રશ્ન, સમગ્ર સૌરાષ્ટ્ર ટેન્કરના ભરોસે

Nawanagar Time

ઘરગથ્થુ સેનેટરી પેડ બનાવી પર્યાવરણને નુકશાન થતું અટકાવીએ

Nawanagar Time

Leave a Comment