Nawanagar Time
નેશનલ

ઘોર બેદરકારી : જિલ્લામાં દોઢ લાખથી વધુ શ્રમિકો છતાં લાભ માત્ર 8 હજારને!

heavy-negligence-despite-the-1-5-million-workers-in-the-district-only-8-thousand-beneficiaries

લેબર ડિપાર્ટમેન્ટમાં યુનિટ અને મજૂરોની નોંધણી થતી ન હોવાથી અનેક વંચિત

જિલ્લામાં  દોઢ લાખથી વધુ શ્રમિકો હોવા છતા સરકારી યોજના ના લાભ માત્ર આઠ હજારને જ મળે છે કેમકે બાકી સૌ નોંધાયેલા નથી તેવો મોટા વર્ગને  માત્ર માંડ માંડ મળતી મજુરીથી જ સંતોષ માનવો પડે છે તેમના માટે ચિંતા કરનાર કોઇ જ નથી.

જિલ્લાની 16 લાખની વસતી માંથી બાળકો અને વિદ્યાર્થિઓને બાદ કરતા રોજગારી મેળવી પરિવાર ના ગુજરાન માટે જવાબદાર અઢીલાખથી વધુ લોકો માંથી દોઢલાખ જેટલા તો શ્રમિકો છે જે બાંધકામ ,ઉત્પાદન, સેવા અને વેંચાણ એટલે કે ખાદ્ય ચીજ વસ્તુઓથી માંડી જુદા જુદા યુનિટો, કારખાનાઓ, ગોડાઉનો, શિપીંગ કંપનીઓ, ખાણ ખનીજ, આરોગ્ય, ખાનગી ઓફીસ, મોલ સહિતમાં કામ કરતા હોય છે . લેબરની વ્યાખ્યામાં ફીઝીકલીલેબર અને સ્કીલ લેબર બંને નો સમાવેશ થાય છે. જે તમામ એકમ, કંપની ,કોન્ટ્રાક્ટરો નોંધાયેલા હોવા જોઇએ અને ત્યા કામ કરનાર તમામ પણ નોંધાયેલા  હોવા ફરજીયાત છે. સરકારી ચોપડે નોંધાયેલા આકડા અંગે લેબર ઓફીસ ના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ મુજબ કુલ 122 સંસ્થા નોંધાયેલી છે. જ્યારે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરીના જણાવ્યા મુજબ 8253 શ્રમીકો  સરકારી યોજના ના લાભ મેળવે છે .

સરકારી શ્રમિક યોજનાઓમાં આવાસ,પ્રસુતી સહાય,ભાગ્ય લક્ષ્મી બોન્ડ, મા અમૃતમ કાર્ડ, ધન્વંતરી આરોગ્ય યોજના ના લાભ   જુદા જુદા નિયમો જોગવાઇઓ હેઠળ મળવાપાત્ર થાય છે.

ઉપરાંત સેફટી તાલીમ અને સેફટી વેર સહિતની સુવિધા મળવી ફરજીયાત છે જેથી જોખમી સ્થળ હોય કે આગ અકસ્માત ની સંભાવના હોય તો શ્રમિકોની પુરતી સલામતી મળી રહે. આમ આરોગ્ય, શિક્ષણ, સલામતી,આવાસ સહિતની સુવિધા   અને બચત ફંડ લાભ મળવા જરૂરી છે ત્યારે વાસ્તવીકતા તો એ છે કે અનેક સાઇટો ઉપર મજુરોને ચોખ્ખુ પીવાનુ પાણી પણ મળતુ નથી તેમજ મોટાભાગના મજુરોને તેમના અધિકાર અને હક્ક ની જાણકારી પણ નથી એ તો બે ટંક નુ પેટીયુ રળવામા ઓતપ્રોત હોય છે.

કોન્ટ્રાક્ટરો સહિત સૌ સ્ટાફ હિતમા રજી. હોવા જરૂરી: લેબર- ઇન્ડ.સેફટી ડીપા. ફરજ પાડી શકે

દરેક એકમ- ખાનગીકચેરી-મોલ અને કારખાના સહિત ઉત્પાદન અને સેવા યુનિટો લેબર ડીપાર્ટમેન્ટમાં નોધાયેલા હોવા જોઇએ અને ન હોય તો સરકારી વિભાગો તે માટે ફરજ પાડી કામ કરતા સ્કીલ-  અનસ્કીલ  લેબર ની નોંધણી કરાવવા ફરજ પાડી શકે છે . મજુરોના હિતમા આ કાયદાકીય જોગવાઇના ફરજીયાત અમલ કરાવવા લગત વિભાગો જહેમત ઉઠાવે તેવી લાભથી વંચિત બહોળા શ્રમિકો અને શ્રમિક હિત સંસ્થાઓમાંથી માંગ ઉઠી છે. તમામ શ્રમિકો ની નોંધણી થાય અસંગઠીત ક્ષેત્રોના મજુરોને મુળભત લાભ તો ચોક્કસ મળે તે માટે અમુક સ્વૈચ્છીક સંસ્થાઓ ટેકો મળે તો લડત કરવા પણ સજ્જ છે.

અમુકને બે ટંક પુરતા પેટ પણ ભરાતા નથી તો આરોગ્ય,શિક્ષણ ,સલામતિના સપના કેમ જુએ

સ્કીલથી માંડી અનસ્કીલ તમામ લેબરને રૂ.194 થી માંડી જુદી જુદી રકમ ચોક્કસ મળવી જોઇએ તેના બદલે મજુરીએ જતા આવા તમામ શ્રમિકોને  પુરતી મજુરી પણ ન મળે તો પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ છે અને બે ટંક પેટ પણ ભરી શકતા નથી. આ વાસ્તવિકતા શહેર જિલ્લામા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે આવા સંકડામણ વાળા પરિવારો જેઓ પુરતુ પેટ પણ ભરી શકતા ન હોય તો આરોગ્ય,શિક્ષણ,સલામતિના લાભ ના તો સ્વપ્ના જ રહે તેમ પણ સમગ્ર ચિતાર જાણનાર દુ:ખ સાથે  જણાવે છે.

Related posts

ટ્વિટર પર કોહલી-ધોનીની દોસ્તીનો અનોખો રેકોર્ડ

Nawanagar Time

‘પાતાલ લોક’માં મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે અનુષ્કા વિરુદ્ધ ફરિયાદ

Nawanagar Time

ઑપેરશન બ્લુસ્ટારના વર્ષી દિવસ પહેલા અમૃતસરમાંથી મળ્યા હેન્ડ ગ્રેનેડ

Nawanagar Time

Leave a Comment