Nawanagar Time
ગુજરાત જામનગર

અનડિકલેર વોર ને લઈને જામનગરમાં હાઇ એલર્ટ

high-alert-in-jamnagar-by-taking-an-undecillar-war

જામનગર હવાઈદળ સજ્જ: મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી પણ સજ્જ

જામનગર:-પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં ચાલતા ટેરર કેમ્પ ઉપર ભારતીય વાયુસેનાના એરસ્ટ્રાઈક બાદ બને દેશો વચ્ચે સરહદ ઉપર અઘોષિત યુધ્ધ ની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે જામનગર  નું તંત્ર સક્રિય રીતે હાઇ એલર્ટ મોડ માં આવી ગયું છે. કોઈપણ યુધ્ધ જેવી સ્થિતિ માં લોકો ને નહીં ગભરાવા અને સાચા નાગરિક ધર્મ ને નિભાવવા ની અપીલ કરવામાં આવી છે.

દેશના રક્ષણની જવાબદારી સંભાળતી સેનાના ત્રણેય અંગોમાં એરફોર્સનું વિશેષ મહત્વ છે, દેશભરમાં પથરાયેલા એરફોર્સના વિવિધ 53 એરબેઝ પૈકી  ઐર બેઝ વ્યુહાત્મક રીતે અતિ મહત્વનું છે, પાકિસ્તાન સરહદેથી અત્યંત નજિક અને વિશાળ સમુદ્ર કાંઠો ધરાવતા દેશના પશ્ચિમ કાંઠે વસેલા જામનગર એરબેઝને ઇન્ડિયન એરફોર્સનું મક્કા માનવામાં આવે છે.

એરફોર્સની તાકાત

વાત કરીએ એરફોર્સની મુખ્ય તાકાતની, તો હવાઈ દળની મુખ્ય તાકાત એટલે યુધ્ધ વિમાનો, હેલીકોપ્ટર, મિસાઈલ અને રડાર ટેકનોલોજી. જામનગર  આ મોરચે સ્થાપના સમયથી સમૃદ્ધ છે, ભારતીય વાયુસેના પાસે તમામ પ્રકારના આધુનિક યુધ્ધ વિમાનો અને હેલીકપ્ટરની રેંજ મોજુદ છે, 1932માં માત્ર છ વિમાનથી રોયલ ઇન્ડિયન એરફોર્સની શરૂઆત થઈ હતી. જેમાં ક્રમશ: વધારો થતો રહ્યો છે. હવાઈદળના મીગ-ર9, જગુઆર, ચેતક હેલિકોપ્ટર, એમઆઈ-17, રોહીણિ રડાર, ટીએલવી પોચોરો તેમજ સર્ચ ઑપરેશન માટે  જેવું લાગતું પ્લેન પણ જામનગર એરફોર્સ ખાતે તૈનાત છે.

એરબેઝ સજ્જ, દરિયાઈ સુરક્ષા વધારાઈ

ભારતીય વાયુસેનાને એલર્ટ રહેવાના પગલે જામનગર અને ભુજ એરબેઝ સ્ટેશન પર વાયુસેનાના જવાનોને સજ્જ કરીને પ્લેનોને સ્ટેન્ડ ટુ રખાયા છે. જ્યારે દરિયાઈ વિસ્તારોમાં પણ મરીન પોલીસ, નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમાઓ  પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Related posts

દ્વારકાના સમુદ્ર કિનારે સફાઈ અભિયાન

Nawanagar Time

ધો.12 સામાન્ય પ્રવાહનું જામનગર જિલ્લાનું 78.33 ટકા પરિણામ

Nawanagar Time

ભાણવડમાં રેઢીયાળ ઢોરોનો પ્રશ્ર્ન ન ઉકેલાતાં પ્રજાજનોમાં રોષ

Nawanagar Time

Leave a Comment