Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજરાતની બોર્ડરે હાઈએલર્ટ. સુરક્ષા પર ચાંપતી નજર રાખતાં આપના જવાનો..

high-alert-on-gujarat-borders

ગુજરાત:-પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ગુજરાતના પાડોસી દેશથી અડીને દરિયાઇ અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.  ઉપરાંત મુખ્ય સ્થાનો મોનીટરીંગ વધારવાની સાથે બોર્ડરની નજીક લોકોની યાત્રા પર રોક લગાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને  પગલા લેવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર નજીક દરેક નાગરિક કાર્યોને રોકી દેવામાં આવ્યા છે અને બોર્ડર નજીકના જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ડિરેક્ટર જનરલ (સરહદીય વિસ્તાર) ડીબી વાઘેલાએ કહ્યું કે, તેમણે દરિયાઇ અને જમીન બોર્ડર પર આતંરિક સુરક્ષા માટે એક  યોજના તૈયાર કરી છે. સશસ્ત્ર દળો સરહદની સુરક્ષા કરે છે. તેમણે જણાવ્યું કે, અમારું ધ્યાન આતંરિક સુરક્ષા પર છે. વર્તમાન તણાવ દરમિયાન સરહદ વિસ્તારોમાં કોઈ અવ્યવસ્થા નથી તેની ખાતરી કરવા અમે કામ કરી રહ્યા છીએ.

Related posts

ભાજપે સતવારા સમાજ સાથે દગો કર્યો છે : જયંતિભાઇ સભાયા

Nawanagar Time

બાલાચડી સૈનિક સ્કૂલોમાં હવે દીકરીઓને પણ મળશે પ્રવેશ

Nawanagar Time

જીજી હૉસ્પિટલમાં જ માસ્કના નિયમનો ઉલાળિયો

Nawanagar Time

Leave a Comment