Nawanagar Time
ગુજરાત જામનગર

મેહુલનગરમાં એપાર્ટમેન્ટ, દુકાનો વેંચવા સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ

high-court-injunction-against-selling-apartments-shops-in-mehulnagar-2

જામનગર:-જામનગરના મેહુલનગર  આવેલા રૃા. 1પ કરોડના સાત પ્લોટ પર થયેલા બાંધકામમાં તૈયાર કરાયેલી દુકાનો, એપાર્ટમેન્ટને વેંચવા સામે હાઈકોર્ટે નગરના જાણીતા બિલ્ડર સહિતનાઓને મનાઈ હુકમ ફરમાવ્યો છે.

જામનગરના વતની અને હાલમાં કેન્યાના નાઈરોબીમાં રહેતા અશ્વિન રાયશી હરિયા (શાહ) ના પિતા રાયશી હંસરાજ હરિયાના જામનગરમાં મૂળ રે.સ.નં. 101 માં 14,1પ થી માંડીને ર0  સુધીના સાત પ્લોટ મેહુલનગર વિસ્તારમાં આવેલા છે. તે પ્લોટ રાયશીભાઈનું વર્ષ 1976 માં અવસાન થયા પછી વર્ષ 1990 માં ખોટા કુલમુખત્યારનામા બનાવી તેઓના સગાઓએ પોતાના નામે ટ્રાન્સફર કરી લીધા હતાં.

આ બાબતની અશ્વિનભાઈએ ગુજરાત હાઈકોર્ટના હુકમથી એફ.આઈ.આર. દાખલ કરાવી હતી. જેની તપાસ પોલીસે ચાલુ કરી હતી. આ પ્રકરણ ફરીથી  પહોંચતા ન્યાયમૂર્તિએ વર્ષ 1976 માં અવસાન પામેલા વ્યક્તિના વર્ષ 1990 માં તૈયાર થયેલા કુલમુખત્યાર નામામાં સહી જોઈ પ્રથમ દૃષ્ટિએ જ પ્લોટની ટ્રાન્સફરની પ્રક્રિયા ગેરકાયદે હોવાનું જણાવી તે પ્લોટમાં ઉભા થયેલા એપાર્ટમેન્ટ, દુકાનો વિગેરેને કોઈ પ્રકારે વેંચાણ, બક્ષીસ કે ગીરો રાખવા નહીં તેવો હુકમ કરી જામનગરના જાણીતા બિલ્ડર રમેશ સોમચંદ  ચારૂલતાબેન આર. શાહ, રીક્કી આર. શાહ, મીરલ રીક્કી શાહ, નિશીથ ધીમંતભાઈ શાહ, દિવ્યેશ રસીકલાલ શાહ વિગેરેના અન્ડર ટેંકીંગ – બાંહેધરી લીધી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ હ્યદય બુચ, પરેશ બુચ, પ્રેમલ રાચ્છ, ફૈઝલ ચરીયા રોકાયાં છે.

Related posts

લોકડાઉનમાં હોમગાર્ડ જવાનો ગયા ફાટીને ધૂમાડે ! વ્યાપક ફરિયાદ

Nawanagar Time

દરેડની દર્શન ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગથી ભારે દોડધામ

Nawanagar Time

ઝારખંડના ગર્વનર દ્વારકાધીશના દર્શને

Nawanagar Time

Leave a Comment