Nawanagar Time
ગુજરાત જામનગર

વાહનમાં રૂા.પ0 હજારથી વધુની રોકડ લઈ જવા પર પ્રતિબંધ

high-court-injunction-against-selling-apartments-shops-in-mehulnagar

ચૂંટણી દરમિયાન રોકડ રકમની  માટે ચૂંટણીપંચે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી

જામનગર:-લોકસભા સાભાન્ય ચુંટણી 2019 માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. કેન્દ્વીય ચુંટણી પંચે આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સુચનાઓ જાહેર કરી છે.

આ અંગે મુખ્ય ચુંટણી અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી રીતે  કરાવવા માટે ચુંટણી તંત્ર સજ્જ છે. ચુંટણીની આચાર સંહિતા દરમિયાન કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર, ચુંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં રૂપિયા 50 હજાર કરતા વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા ઉકત વાહનમાં કોઈ પણ પ્રકારની ડ્રગ્સ, દારૂ,  અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનુની વસ્તુઓ (શહહશભશિં ફિશિંભહયત) લઈ જવાતી હશે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે. આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વિડીયો ટુકડી દ્વારા સ્થળ પર જ વિડીયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે  તેની વિડીયો સીડીની નકલ દરરોજ ચુંટણી અધિકારીને મોકલવામાં આવશે.

Related posts

વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષમાં ગુજરાત પ્રથમ ક્રમે, 23 લાખ ઘનફૂટમાં જળસંગ્રહતા વધી

Nawanagar Time

નવ દિવસ બાદ આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઇ

Nawanagar Time

વીજળી બચાવવા માટે રેલવેએ કર્યો આ નવતર પ્રયોગ

Nawanagar Time

Leave a Comment