Nawanagar Time
ગુજરાત જામનગર

એસ્ટેટના લાંચિયા સુનિલ ભાનુશાળીને બચાવવા ઉચ્ચ અધિકારી મેદાને

high-officials-of-the-estate-to-rescue-sunil-bhanu-from-the-estates-lobby

કમિશ્ર્નરના નામે 60 હજારના ‘તોડ’ પ્રકરણમાં ફરિયાદી ધર્મેન્દ્ર ચાંદ્રાએ લાખો કટકટાવી લઈ કશું બન્યું જ ન હોવાની અરજી કરી સમાધાન કરી લીધું

જામનગર:-શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઘાસચારાના વેપારીનું દબાણ હટાવવા મામલે મ્યુનિ. કમિશ્ર્નરના નામે રૂા.60 હજારનો ‘તોડ’ કરનાર એસ્ટેટ વિભાગના કર્મચારી સુનિલ ભાનુશાળી વિરૂદ્ધ ધમેર્ર્ન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રા નામના આસામીએ સોગંદનામા સાથે મ્યુનિ. કમિશ્ર્નર તથા એસીબીમાં ફરિયાદ કર્યા બાદ આ ચકચારી પ્રકરણમાં સુનિલ ભાનુશાળીને બચાવવા ઉચ્ચ અધિકારી મેદાને આવી ફરિયાદીને પાંચ ગણી રકમ આપી સમાધાનનો તખ્તો ગોઠવી લેતાં ફરિયાદી ધર્મેન્દ્ર ચાંદ્રાએ જાણે કંઈ બન્યુ જ ન હોય તેમ ફરિયાદ પાછી ખેંચી લેતાં આશ્ર્ચર્ય સર્જાયું છે.

ભ્રષ્ટાચારથી ખદબદતી જામનગર મહાનગર પાલિકામાં તોડ કરવા અને સસ્પેન્ડ થવા ટેવાયેલા એસ્ટેટ વિભાગના કર્મચારી સુનિલ ભાનુશાળીએ તાજેતરમાં દિગ્વિજય પ્લોટમાં ઘાસના ધંધાર્થીનું દબાણ દૂર કરવા ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રા નામના આસામી પાસેથી મ્યુનિ. કમિશ્ર્નરના નામે રૂા.60 હજારનો તોડ કરી લેતાં આ મામલે ફરિયાદીએ એસીબીમાં અને મ્યુનિ. કમિશ્ર્નરને ફરિયાદ કરી હતી. જો કે, મ્યુનિ. કમિશ્ર્નરની બદલી થતાં અન્ય એક ઉચ્ચ અધિકારીએ આ ચકચારી પ્રકરણમાં ભૂંડી ભૂમિકા ભજવી  ફરિયાદ કરનાર ધર્મેન્દ્ર ચાંદ્રાને સામી લાંચ(!) આપી 60 હજારના પાંચ ગણાં એટલે કે, લાખોમાં સમાધાનનો તખ્તો ગોઠવી લઈ અગાઉની અરજી પરત ખેંચાવી લીધીં છે.

જો કે, લાંચ આપવી અને લેવી બન્ને ગુન્હો બને છે અને ખોટું સોગંદનામું કરવું પણ કાયદાની જોગવાઈ મુજબ ગુન્હો બને છે ત્યારે આ ચકચારી પ્રકરણમાં ફરિયાદી પોતે પણ લાખો રૂપિયા સમાધાનના મેળવવા ઉપરાંત અગાઉ સોગંદનામા ઉપર લાંચિયા સુનિલ ભાનુશાળી વિરૂદ્ધ ફરિયાદ કરી હોવા છતાં પોતાનું હિત સધાઈ જતાં સમાધાન કરી લઈ એન્ટિકરપ્શન બ્યૂરોના ડાયરેક્ટરને પણ લેખિત પત્ર પાઠવી પોતે કરેલી ફરિયાદ ઉપજાવી કાઢેલી હોવાનું આશ્ર્ચર્યજનક રીતે જણાવ્યું છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે, સુનિલ ભાનુશાળીને બચાવવા માટે મહાનગર પાલિકાના ટોપ-ર અધિકારી મેદાને આવ્યા છે અને ‘કમિશ્ર્નર નવા છે, એને કાંઈ ખબર નો પડે… જે કાંઈ હશે એ હું ગોઠવી લઈશ, તું ચિંતા કર માં..’ આવી ખાત્રી આપી એક લાંચિયાને દંડવાને બદલે બચાવવાનો હિન પ્રયાસ કરી ફરિયાદીને પણ મોટી રકમની લાંચ આપી સમાધાન કરી લેતાં મહાનગર પાલિકામાં લાંચિયા સુનિલ ભાનુશાળીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ સંજોગોમાં  નવા આવેલા કમિશ્ર્નર ભ્રષ્ટાચારી સુનિલ ભાનુશાળીને તેમજ સાચી-ખોટી ફરિયાદ કરી લાખો કટકટાવી લેનાર ધર્મેન્દ્ર વિરૂદ્ધ પગલાં ભરે છે કે કેમ? તે જોવું રહ્યું.

Related posts

મેડિકલ પ્રવેશની નીટની પરીક્ષા કેન્સલ

Nawanagar Time

જામનગર સમાજ કલ્યાણ વિભાગની કચેરી અધિકારી વગરની: કામે ટલ્લે ચડતા દેકારો

Nawanagar Time

મુંબઈમાં સેવાની સુવાસ પ્રસરાવશે ઓશવાળ રાહત સંઘ

Nawanagar Time

Leave a Comment