Nawanagar Time
ખંભાળિયા ટેક્નોલૉજી

સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને કલ્યાણપુર પંથકના પરિવારને બદનામ કરવાનો હિન પ્રયાસ

ખંભાળિયા: દિવસેને દિવસે સોશિયલ મીડિયાના દુરુપયોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યુવતિઓને બદનામ કરવાથી માંડીને હવે અમુક શખસો પરિવારોને પણ બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યાં છે ત્યારે કલ્યાણપુર પંથકમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામમાં રહેતાં જીગર મુરુભાઈ ગોરીયા નામના 26 વર્ષીય યુવાનના નામથી બિભત્સ ગળોવાળા ફોટા મૂળ યુપીના કાનપુર ખાતે રહેતાં અને હાલ અમદાવાદના રહીશ એવા હમીરસિંઘ રઘુવીરસિંઘ નામના શખ્સે પોતાના ઈન્સ્ટાગ્રામના પ્રોફાઇલમાં રાખી અને જીગરભાઈના પરિવારજનના ફોટાનું એડિટિંગ કર્યું હતું.

આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા ફરિયાદી જીગરભાઈને જુદા- જુદા નંબર ઉપરથી વ્હૉટસઍપ ઉપર ગાળો લખેલા મેસેજ મોકલી અને તેને સામાજિક રીતે બદનામ કરવાની ચેષ્ટા કરી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈપીસી કલમ 294 (બી), 504 તથા આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ઈન્ચાર્જ પીઆઈ જી.જે. ઝાલાએ હાથ ધરી છે.

Related posts

ટેકનોલોજીના મહાકુંભ સમાન કેટલાંક આવિસ્કારો ઉપર દૃષ્ટિપાત (ભાગ: 1)

Nawanagar Time

ગોઈંજ ગામે ઝેરી દવા પી પ્રેમી પંખીડાનો આપઘાત

Nawanagar Time

ખંભાળિયા- દ્વારકા હાઈ-વે રકતરંજિત: બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

Nawanagar Time