Nawanagar Time
ગુજરાત જામનગર

જાણો શુ છે જામનગર લોકસભા બેઠકનો ઇતિહાસ..

જામનગર લોકસભા બેઠક ઉપરથી 8 વખત કોંગ્રેસ, 6 વખત ભાજપ અને 2 વખત અન્ય પાર્ટીની જીત

જામનગર:-લોકસભાની ચુંટણીનું બ્યુગલ ફૂંકાઈ જતાં ક્યાંક ને ક્યાંક બને મુખ્યપક્ષોમા લોકસભાનો માહોલ  રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જામનગર બેઠક પર વર્ષ 2014માં યોજાયેલ લોકસભાની ચુંટણીમાં ભાજપના પુનમબેન માડમ જંગી મતોથી વિજેતા થતા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમની હાર થઇ હતી,

હવે 2019ની ચુંટણી છે ત્યારે જામનગર ભાજપમાં પુનમબેન માડમને રીપીટ કરવામાં આવશે તેવી પુરેપુરી શકયતાઓ હોવાનું સુત્રો જણાવે છે, જયારે કોંગ્રેસમાંથી  ક્ધવીનર હાર્દિક પટેલ લડશે. પણ જામનગર બેઠકનો કેવો છે ઇતિહાસ તેના પર નજર કરવામાં આવે તો આ લોકસભા બેઠક ક્યારેય કોઈ એક પક્ષના કબજામાં રહી નથી અને આ બેઠકનો સિનારિયો કાયમીને માટે બદલાતો રહ્યો છે, અહી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપનો હાથ પણ ઉંચો રહ્યો છે.

વર્ષ 1952થી માંડીને  2014 સુધી આં બેઠક પર ક્યાં ઉમેદવાર અને ક્યાં પક્ષને મળી જીત… ” 1952: જેઠલાલ હરિકૃષ્ણ જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (બોમ્બે રાજ્યના મધ્ય સૌરાષ્ટ્ર બેઠક તરીકે) ” 1957: મનુભાઈ શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (બોમ્બે રાજ્યના મધ્ય સૌરાષ્ટ્ર બેઠક તરીકે)

  • 1962: મનુભાઈ શાહ કોંગ્રેસ
  • 1967: એન.દાંડેકર સ્વતંત્ર પાર્ટી
  • 1971: દોલતસિંહ જાડેજા કોંગ્રેસ
  • 1977 : વિનોદભાઇ શેઠ જનતા પાર્ટી
  • 1980: દોલતસિંહ જાડેજા કોંગ્રેસ
  • 1984: દોલતસિંહ જાડેજા કોંગ્રેસ
  • 1989: ચંદ્રેશ પટેલ ભાજપ
  • 1991: ચંદ્રેશ પટેલ ભાજપ
  • 1996: ચંદ્રેશ પટેલ ભાજપ
  • 1998: ચંદ્રેશ પટેલ ભાજપ
  • 1999: ચંદ્રેશ પટેલ ભાજપ
  • 2004: વિક્રમભાઈ માડમ કોંગ્રેસ
  • 2009: વિક્રમભાઈ માડમ કોંગ્રેસ
  • 2014: પુનમબેન માડમ ભાજપ

Related posts

જામનગરમાં ‘ગુડ ફ્રાઈડે’ 24 કલાકમાં બે દર્દીઓના મોત

Nawanagar Time

એમ. પી. શાહ મેડિકલ કૉલેજમાં વર્ગ 1થી4ની કુલ 172 જગ્યાઓ ખાલી

Nawanagar Time

જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Nawanagar Time

Leave a Comment