Nawanagar Time
ઇન્ટરનેશનલ

રોલ્સ રોય્સનો રજવાડી ઈતિહાસ

history-of-rolls-royce

1907 માં આવેલી સિલ્વર ઘોસ્ટ કારથી રોલ્સ રોય્સની તકદીર પલટાઈ ગઈ…!

જે પોતાની ગાડીઓના લીધે ફેમસ તો છે જ સાથે સાથે તે એરક્રાફ્ટ એન્જીન બનાવવાવાળી દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે. આ કંપની આજના સમયમાં આટલી પોપ્યુલર થઇ ગઈ છે પણ તમને જણાવી દઈએ કે કંપનીની શરૂઆત એક એવા વ્યક્તિએ કરી હતી જેણે પોતાના જીવનમાં બહુજ ગરીબી અને બેહાલીનો સામનો કરેલો છે.

તેમના પિતાનુંમૃત્યુ બહુ પહેલા થઇ ગયું હતી. જયારે બધા બાળકો શાળાએ જતા હતા ત્યારે આ વ્યક્તિએ પોતાના ઘરનો ખર્ચ ચલાવવા માટે તેઓ ન્યુઝપેપર અને ટેલીગ્રામ પહોચાડવાનું કામ કરતા હતા. આવો સમય હતો તેમનો તે છતાં પણ તેઓએ પોતાના જીવનમાં કોઈપણ દિવસ હાર માની નહોતી. તો આજે આપને જેની વાત કરી રહ્યા છે તેમનું નામ છે ફેડરિક હેનરી રોયસ.

આમતો રોલ્સ રોયસ કંપનીના ફાઉન્ડર બે વ્યક્તિઓને માનવામાં આવે છે ફેડરિક રોયસ અને ચાલ્સ રોલ્સ. પણ આ કંપનીમાં સૌથી મેઈન રોલ એ ફેડરિક રોયસનો છે. હવે તમે વિચારતા હશો કે એ કેવી રીતે તો ચાલો તમને પૂરી સ્ટોરી વિસ્તારથી જણાવીએ.

હેનરી રોયસનો જન્મ 1863માં ઈંગ્લેંડમાંના અલવાલટન નામના ગામમાં થયો હતો. તેમનો પરિવાર ભાડેથી એક લોટ બનાવવાની મિલ ચલાવતા હતા. પણ આ કામ સારી રીતે ના થવાના કારણે તેઓ બધા લંડન આવીને વસ્યા હતા. પણ હેનરી જયારે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. આવી રીતે હેનરીને પોતાના ઘરનો ખર્ચ ચલાવવા માટે ન્યુઝપેપર વેચવાનું અને ટેલીગ્રામ વહેચવાનું કામ કરવું પડ્યું હતું. 1907માં કંપનીએ એક 6 સીલીન્ડરવાળી સિલ્વર ઘોસ્ટ ગાડી બનાવી, જે એક સુપર સ્મુધ ગાડી હતી. આ ગાડી લોકોને બહુ પસંદ આવી હતી આ ગાડીને બેસ્ટ ગાડી ઓફ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. 1910માં રોલ્સ એક હવાઈ દુર્ઘટના દરમિયાન મૃત્યુ પામ્યા હતા, ત્યારે તેમની ઉંમર ફક્ત 32 વર્ષની હતી. 1914માં રોલ્સ રોયસ કંપનીએ

ઓટોમોબાઈલની સાથે સાથે વિમાનના એન્જીન બનાવવાનું પણ શરુ કર્યું હતું. તેમને સૌથી પહેલા ઈગલ એન્જીનનું નિર્માણ કર્યું હતું. 1921માં ડીમાંડ વધવાને કારણે રોલ્સ રોયસએ મેસાચુસેટમાં એક નવી ફેક્ટરી ખોલી હતી. આ જ વર્ષે તેઓએ સ્પ્રિંગફિલ્ડ ઘોસ્ટ નામની એક ગાડી બનાવી હતી. 1930માં રોલ્સ રોયસએ બેન્ટલી નામની સ્પોર્ટ્સ રેસિંગ ગાડી બનાવવાવાળી કંપનીને પોતાની સાથે જોડે છે પણ આ જ સમય દરમિયાન 1933,અ રોયસ નું પણ મૃત્યુ થઇ ગયું. સમય પસાર થતા 1948માં રોલ્સ રોયસ ગાડીમાં ડીઝલ એન્જીન લગાવવું શરુ કર્યું અને ત્યારબાદ 1951માં કંપનીએ પોતાની પહેલી લકઝરી ગાડી ડીઝલથી ચાલવાવાળા એન્જીન સાથે લોન્ચ કરી.

1964 સુધીમાં તો રીસર્ચ અને ડેવલોપમેન્ટ ના કારણે એન્જીન બનાવતી કંપનીમાં કોમ્પીટીશન વધવા લાગ્યું હતું. આના લીધે જ રોલ્સ રોયસ કંપનીએ પોતાની કંપનીમાં લગભગ 80000 લોકોની ભરતી કરી હતી અને મેનપાવર ના કારણે તે કંપની એ બ્રિટનની 14મી સૌથી મોટી કંપની બની ગઈ હતી. આટલી વિશાલ અને નામી કંપની હોવા છતાં મંદીમાં આ કંપનીને અસર થઇ હતી. અંતે 1998માં રોલ્સ રોયસ કંપનીને વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Related posts

ફ્રાન્સ G7 સમિટમાં ટ્રમ્પે કહ્યું, ભારત-પાક. બંને તેમની સમસ્યાઓ ઉકેલી શકે છે

Nawanagar Time

આખી દુનિયા કર્જમાં ડૂબી છે!

Nawanagar Time

ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કાશ્મીર મુદ્દે મે કોઈ ભીખ નથી માગીઃ ઈમરાન ખાન

Nawanagar Time

Leave a Comment