Nawanagar Time
ગુજરાત જામનગર

ફ્રી શિક્ષણના ઓનલાઈન ફોર્મ ભરી આપશે એચ.જે. લાલ ટ્રસ્ટ

hj-will-fill-out-online-forms-of-free-education-red-trust

જામનગર:-જામનગરની સેવાકીય સંસ્થા હરિદાસ જીવણદાસલાલ (બાબુભાઈ લાલ)  ટ્રસ્ટ દ્વારા જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતાં આર્થિક રીતે નબળા એવા ગરીબ પિરવારના વિદ્યાર્થીઓ કે જેઓને ગુજરાત સરકારની આર.ટી.ઈ.એકટ હેઠળ જામનગરની ખાનગી સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં ધોરણ સુધી ફ્રી શિક્ષણ મળી રહે તે માટે ધોરણ 1 ના એડમીશનના ઓનલાઈન ફોર્મ ભરી આપવા માટેની કાર્યવાહીનો સતત  વર્ષે પણ પ્રારંભ કરવામાં આવી રહયો છે.

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ – 2009ની 12 (1) ક એટલે કે આર.ટી.ઈ. એકટ હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના રપ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-1માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના  છે જે બાળકોએ 1 જુન 2019 ના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકોને પોતાના વિસ્તારની ત્રણ કિલોમીટરની ત્રિજયામાં આવતી ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.જેમાં જામનગરની સત્યસાંઈ વિદ્યાલય, એ.કે.દોશી ભવન્સ સ્કૂલ, જી.ડી. શાહ હાઈસ્કૂલ, નંદનિકેતન વિદ્યાલય સહિતની ખાનગી શાળાઓમાં ફ્રી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમાં વિનામૂલ્યે  મેળવી ફ્રી શિક્ષણ મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો જામનગરના  એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે અને આગામી તા. 5 – 4 – 2019 થી તા.15 – 4 – 2019 સુધી દરરોજ સવારે  થી રાત્રીના 8-30 વાગ્યા દરમ્યાન ત્રણબત્તી પાસે આવેલા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝુલેલાલ મંદિર સામે) ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જામનગરના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ કે જેઓ ફ્રિ શિક્ષણ મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓએ બી.પી.એલ.કાર્ડ અથવા મામલતદારનો આવકનો દાખલો, શહેરી વિસ્તાર માટે રૂા.1.50.000 લાખની વાર્ષિક આવક  ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.1.20.000 સુધીની વાર્ષીક આવક અને માતા-પિતા, વિદ્યાર્થીનું આધારકાર્ડ, વિદ્યાર્થી અથવા વાલીની બેંકની પાસબૂકની ઝેરોક્ષ અને રાશનકાર્ડની ઝેરોક્ષ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો વિગેરે ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.વિદ્યાર્થીની ઉંમર 1 જુન ર019ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થવી જોઈએ.

Related posts

મીઠાપુરમાં ઘોડા ડૉક્ટર ઝડપાયો

Nawanagar Time

ખેલાડીઓ, મોજથી રમો અને જમો : ભોજનના દર બમણાં

Nawanagar Time

જામનગર જિલ્લાના 10 પીએસઆઈની ફેરબદલી

Nawanagar Time

Leave a Comment