Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ભોઇ સમાજ દ્વારા હોલિકા દહન

holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar

હોલિકામાં ખાસ સ્વાઇન ફલૂના કહેરને ડામવા માટે કપુરનો ઉપયોગ કરવામાં આવ્યો

જામનગર:-જામનગર શહેરમાં આવેલ ભોઇ જ્ઞાતિ સમસ્ત  છેલ્લા 62 વર્ષથી ભોઇના ઢાળીયા પાસે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે હોલી માતાને શણગાર માટે આભુષણો કરવામાં આવ્યો હતો અને હોલીકામાં ખાસ સ્વાઇનફલુના કહેરને ડામવા માટે કપુરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જામનગર સહીત દરેકે દરેક પ્રાંત માં હોળી ઉત્સવ જુદી જુદી રીતે મનાવાય છે. જામનગરમાં છાણા -લાકડાના  લાકડા-ભૂસા-ઘાંસથી બનાવાયેલી હોલિકાના સ્ટેચ્યુ બનાવવામાં આવે છે અને સવા છ દાયકાઓથી આ સ્ટેચ્યુવાળી હોલિકા આકર્ષણનું કેન્દ્ર બને છે.

શહેરમાં શાક માર્કેટ પાસે ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા 62 વર્ષથી ધામધુમથી હોલિકા પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે 30 ફૂટ ઉચી હોળીકાની પ્રતિમા બનાવવામાં આવી છે.

holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-bhoi-samaj-in-jamnagar

આ  બનાવવામાં તેઓ એક મહિના પહેલા હોલિકા બનાવવાની તૈયારી કરતા હોય છે.અને હોલિકા બનાવવા માટે તેઓ ઘાસ, બારદાન અને તેને કલર કરી તેને શણગાર માટે આર્ટીફીસીયલ આભૂષણો, ઘરેણાં અને સાડી પહેરાવી તૈયાર કરવામાં આવે છે. તેમજ આ વિસ્તારમાં બીજી નાની મોટી સ્ટેચ્યુવાળી હોલીકા બનાવવામાં આવે છે. આ હોલિકાના દર્શનમાટે જામનગર  આસપાસના ગામના લોકો ત્યાં આવે છે. આ પૂતળાંવાળી હોલિકા જામનગર અને ગુજરાતમાં ક્યાંય જોવા મળતી નથી.

Related posts

ડેંગ્યુના હાહાકાર…આરોગ્ય કમિશ્ર્નર શિવહરે પહોંચ્યા જામનગર…

Nawanagar Time

ગુરૂવારે અષાઢી બીજ, અમદાવાદમાંથી નીકળશે જગન્નાથજીની 142મી રથયાત્રા

Nawanagar Time

ભૂકંપના વધુ ત્રણ આંચકા

Nawanagar Time

Leave a Comment