Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન

holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar

કૃષિમંત્રી આર.સી. ફળદુ, મેયર હસમુખ જેઠવા, રીવાબા જાડેજા સહિતના રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ

જામનગર:-જામનગરમાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા 63 વર્ષથી હોલીકા ઉત્સવની ઉજવણી કરવામાં  છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શાસ્ત્રોકત વિધીથી હોલિકા દહન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં આજથી 63 વર્ષ પહેલા દલપતભાઇ નાનજીભાઇ રાણાને હોલિકાનું ભવ્ય પ્રતિમા બનાવી પ્રહલાદને હોળી પ્રગટે ત્યારે પ્રહલાદનો બચાવ કરવો. આ પ્રથમ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો ત્યારેબાદ વર્ષો વર્ષ ભોઇ સમાજ આ ઉત્સવને અનોખી રીતે ઉજવતો આવ્યો  હોલીકાના પૂતળાની લંબાઇ, પહોળાઇ યથાવત સ્થિતીમાં જાળવી બનાવવામાં આવે છે. છેલ્લા બે મહિનાથી ભોઇ સમાજના 300 યુવાનો  આ કામગીરી કરતાં હોય છે. આધુનિક સમયની સાથે હોલીકાના શણગારમાં અનેક પરીવર્તનો આવ્યા છે આજે અત્યંત આધુનિક રીતે ચૂંદડી, મુગટ, હાર સહીતની વસ્તુઓ કારીગરો બનાવે છે.

જામનગરમાં ભોઇ સમાજ દ્વારા આયોજીત હોલીકા  સમગ્ર શહેરવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ રાજકીય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ હોલીકા દહનમાં કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજપૂત, મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઈ કરમુર, કરણી સેના મહિલા પાંખના પ્રમુખ રીવાબા જાડેજા,  બાર એસો.ના સભ્ય મનોજભાઇ અનડકટ, ભોઇ સમાજના પ્રમુખ, સરદાર ગૃ્રપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar
holika-dhaman-by-sumost-bhoi-samaj-in-jamnagar

Related posts

જામનગરમાં બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર

Nawanagar Time

જામનગર જિલ્લામાં સ્ટેમ્પ પેપરની અછતથી દેકારો

Nawanagar Time

કોરોનાના દર્દીઓને સાજા કરવા લોકો પ્રાર્થના કરે: રાજ્યમંત્રી

Nawanagar Time

Leave a Comment