Nawanagar Time
ગુજરાત જામનગર

રાજ્યમંત્રી હકુભા જાડેજાનું 41થી વધુ સંસ્થા દ્વારા સન્માન

honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja

જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)ને અન્ન અને નાગરિક પુરવઠા ખાતાની ફાળવણી કરવામાં આવી છે. રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ  હકુભાને રાજયમાં મંત્રીપદ મળતાં કામદારવાડીમાં 41થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. કામદાર વાડી ખાતે જૈન જૈનેતરોની ઉપસ્થિતિમાં રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહને વિવિધ સંસ્થાઓ દ્વારા શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટે.ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, દંડક જડીબેન સરવૈયા, જૈન  અગ્રણી નિલેશભાઇ ટોલીયા, નવાનગર બેંકના ચેરમેન આર. કે. શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ લાલ, બીપીન વાઘર તેમજ પત્રકારત્વ સાથે જોડાયેલા ચેતન માધવાણી, તારીકખાન (પપ્પુખાન),કોટક કોર્પો.ના વિપુલભાઇ કોટક ઉપસ્થિત રહ્યાં હતાં. આ સન્માન સમારોહમાં 41થી વધુ સંસ્થાઓએ રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહનું સન્માન કર્યુ હતું. બહોળા પ્રમાણમાં  જૈનતરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja
honor-by-more-than-41-organizations-of-the-state-minister-hakkutha-jadeja

Related posts

જામનગરમાં કોરોના ફરી રઘવાયો: 24 કલાકમાં 14 મોત

Nawanagar Time

શહેરમાં ત્રીજા સ્મશાન માટે ગાડાં મારગ અવરોધરૂપ હોવાનો તંત્રનો લૂલો બચાવ

Nawanagar Time

હાલારના 75 ગામડાંઓના ભૂગર્ભ જળ પ્રદૂષિત

Nawanagar Time

Leave a Comment