Nawanagar Time
ગુજરાત જામનગર

નજીવી બાબતમાં પોલીસનો દબંગ સ્ટાઇલ મા લાઠીચાર્જ..લોકો મા રોષ..

hood-hood-dabangg-dabang-in-jamnagar

બર્ધનચોક-સિંધી માર્કેટમાં વાહન ઉપાડવા જેવી નજીવી બાબતમાં પોલીસનો લાઠીચાર્જ: વેપારીઓમાં રોષ

જામનગર:-જામનગરમાં સતત ધમધમતા ભીડભાડવાળા દરબારગઢ પાસે બ્રધર્ન ચોકમાં સીંધી માર્કેટ વિસ્તારમાં બુધવારે સાંજે વાહન ઉપાડવા જેવી નજીવી બાબતે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બાદમાં  પોલીસ અસલ ખાખીના રંગમાં આવી  લાઠીચાર્જ કરતાં અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ પોલીસના લાઠી ચાર્જમાં સિંધી માર્કેટ વેપારી મંડળના વયોવૃદ્ધ પ્રમુખ ઉપર પણ લાઠી વિંઝાતા સીંધી માર્કેટના વેપારીએ ધંધા-રોજગાર બંધ કરી દીધા હતાં. ‘હુડ-હુડ, દબંગ-દબંગ’ જેવી આ ગંભીર ઘટનામાં જિલ્લા પોલીસ વડા અને વેપારી આગેવાનો તાકિદે બનાવ સ્થળે દોડી  લાંબી મશક્કત બાદ મામલો થાળે પડ્યો હતો.

શહેરના બ્રધર્ન ચોકમાં બુધવારે મોડી સાંજે ટ્રાફિક શાખાની ટોઇંગ વાન દ્વારા વાહન ઉપાડવાની કામગીરી ચાલી રહી હતી જે વેળાએ વાહનના ટોઇંગ મામલે વેપારી અને પોલીસ વચ્ચે બોલાચાલી બાદ બબાલ સર્જાઇ હતી. જેને પગલે થોડી ક્ષણોમાં જ સીંધી માર્કેટ સહીત આજુબાજુના વેપારીઓ એકત્ર  ગયા હતા. તુરંત જ સીંધી માર્કેટના વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરીને દરબાર ગઢ ચોકીએ રજુઆત અર્થે દોડી ગયા હતા.જે વેળાએ પોલીસ ચોકીની બહાર વેપારીઓ સહીતનુ ટોળુ એકત્ર થયુ હતુ.જેને વિખરેવા પોલીસે લાઠીચાર્જ શરૂ કરતાં વેપારીઓમાં નાશ-ભાગ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જીલ્લા પોલીસ વડા સહીતના અધિકારીઓ  વેપારીઓ આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.જયારે જામનગર વેપારી મહામંડળના હોદેદારો સહીતના અગ્રણી વેપારીઓ પણ દોડી ગયા હતા.જયાં બેઠક યોજી મોડી રાત્રે સમાધાન કરાયું હતું.

hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar

વેપારી-પોલીસ વચ્ચે ઘર્ષણનો સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો બર્ધનચોક વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ટ્રાફીક પોલીસ રૂટિન મુજબ ટ્રાફીકને નડતરરૂપ વાહનો ઉપાડવાની કામગીરી કરી રહી  આ સમયે દરબારગઢ પોલીસ મથકના પોલીસ અધિકારી સ્ટાફ સાથે ફુટ પેટ્રોલીંગ કરતા સીંધી માર્કેટ પાસે પહોંચતા વેપારીએ વાહન ઉપાડવા મામલે પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.આથી પોલીસે વેપારીને કાયદાની ભાષા સમજાવી પોલીસ મથકે લઇ જતાં મામલો બિચકયો હતો.

hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagarhood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar
hood-hood-dabangg-dabang-in-jamnagar

ગઈકાલની ઘટના અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, અમે જાણે મોટા  હોઈએ એમ પોલીસે વગર વાંકે એક,બે,ત્રણ,ચાર,પાંચ ગણી પોલીસે લાકડીઓ વીંઝી હતી. ઉલ્લેખનિય છે કે, પોલીસ મથકે રજૂઆત કરવા ગયેલાં વેપારીઓને પોલીસ મથકેથી પાંચની સંખ્યા ગણાય ત્યાં વિખેરાઇ જવા કહ્યું હતું.પરંતુ ન વિખેરાતા પોલીસે એક,બે,ત્રણ,ચાર,પાંચ ગણી લાઠીઓ વીંઝવાનું શરૂ કર્યું હતું.

લાઠીચાર્જમાં હાથ ભાંગ્યો

Lathicharge broke hands
Lathicharge broke hands

સિંધી માર્કેટમાં પોલીસના બળપ્રયોગના કારણે કિશોરભાઈ લાખાણી નામના વેપારીના હાથમાં ફ્રેકચર થયું છે. જો કે, તેઓએ  પોલીસના ડરના કારણે એમએલસી કરાવ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિંધી માર્કેટમાં દુકાનમાં ઘૂસી પોલીસે માર માર્યો હોવાથી વેપારીને ફ્રેકચર થયું હતું.

બે દિવસમાં કસુરવાર સામે પગલાં: એસપી

વેપારીઓ ઉપર અચાનક જ પોલીસ તૂટી પડતાં જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યાં હતાં અને લાઠીચાર્જ મામલે તપાસ બાદ પગલાં લેવાશે લાઠીચાર્જ મામલે  ચોકીના સંબંધિત પોલીસ કર્મચારીઓની ભૂમિકા મામલે તપાસ કરવામાં આવશે તેમજ તપાસનો બે દિવસમાં અહેવાલ આવ્યા બાદ કસુરવારો સામે પગલાં ભરવામાં આવનાર હોવાનું જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલએ જણાવ્યું હતું

રાજનેતા ન ડોકાયાં

ગઈકાલે સાંજે નજીવી બાબતમાં વેપારીઓ ઉપર લાઠીઓ વિંઝાઈ હતી, તેમ છતાં આ ગંભીર બાબતે ભાજપ કે  કોઈ રાજનેતા મધ્યસ્થિ માટે ડોકાયા નહોતાં. સામાન્ય રીતે ક્યાંક રેંકડી-કેબિનો ઉપડતી હોય તો ભલામણ કરવા પહોંચી જતાં રાજનેતાઓને લોકસભા ચૂંટણીમાં વેપારીઓની જરૂર નહીં હોવાનું પણ વેપારીઓમાં ગણગણાટ ફેલાયો હતો.

Related posts

જામનગરમાં ટાઢોળુ: 16.5 ડીગ્રી

Nawanagar Time

ખંભાળિયા પંથકમાં બેઠો ઠાર

Nawanagar Time

કોરોનાને પગલે 9710 ઘરમાં સર્વે કરતી આરોગ્ય શાખા

Nawanagar Time

Leave a Comment