Nawanagar Time
ગુજરાત જામનગર

ઘોડીપાસાના હાટડાં હજુ ચાલુ: હવે જનતા રેઇડ

horse-hoods-still-continue-now-jana-reid

રાજકીય ઓથ અને હપ્તાખોરીના જોરે ઘોડીપાસાના ખેલંદાઓ બેકાબુ.

કોન્સ્ટેબલથી લઇ આર.આર.સેલ. સુધી નક્કર હકીકતો પહોંચવા પગલાં ભરવામાં તંત્રની અસમર્થતા

જામનગર:-જામનગર શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં પોલીસનો લેશ માત્ર ડર રાખ્યા વગર ઘોડીપાસાની જુગાર કલબો બેરોકટોકપણે ધમધમતી હોવા અંગે ‘નવાનગર ટાઇમ ’ દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતાં હાલમાં ઘોડીપાસાનાં જાહેરમાં ચાલતાં હાટડા બંધ થઇ ગયા છે  કે, ખાનગીમાં લીમીટેડ પંટરોને લઇ હજુ પણ ઘોડીપાસા કલબમાં દરરોજ લાખોની હાર-જીત થતી હોય હવે તો, આ દુષણને ડામવા માટે જનતા રેઇડ એક માત્ર ઉપાય હોવાનું સ્પષ્ટ બન્યું છે.

જામનગર શહેરની વચ્ચોવચ નવાનગામ, શંકર ટેકરી અને વામ્બે આવાસ યોજના નજીક છેલ્લા લાંબા સમયથી ઘોડીપાસાના જુના જોગીઓ દ્વારા કલબોનો ધમધમાટ  ચાલુ હોય ‘નવાનગર ટાઇમ’ દ્વારા એક, બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત સચોટ, સચિત્ર અને સ્ફોટક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેના પગલે શરમે ધરમે પણ સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા વામ્બે આવાસ નજીક મયુરનગરમાં રેઇડ કરવામાં આવી હતી, પરંતુ આ રેઇડ દરમ્યાન કલબ સંચાલકોને ઉની આંચ પણ ન આવે તે  કાર્યવાહી કરી માત્ર ફાંસ ફુસીયા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. જો કે, અહિં કેટલા સમયથી ઘોડીપાસાનો જુગાર રમાતો હતો, કોના દ્વારા રમાડાતો હતો. તેવી મહત્વપૂર્ણ બાબત અંગે કોઇ જ તપાસ કરવામાં આવી ન હતી.  ટોચના સુત્રોના જણાવ્યા મુજબ જામનગરમાં જાહેરમાં ધમધમતા ઘોડીપાસાના હાટાડાંને રાજકીય મળી ચુકયા છે અને રાજકીય ઓથની સાથે સાથે સ્થળ બદલવાની શરતે સંબંધીત વિભાગો પણ ભેદી મૌન ધારણ કરી લઇ ઘોડીપાસાના સંચાલક સામે પગલાં ભરવાં અસમર્થ છે ત્યારે આ મામલે ‘નવાનગર ટાઇમ’ પાસે જુગાર રમતા અને રમાડતાં લોકોના વિડીયોગ્રાફી સહિતના પુરાવા મોજુદ હોય અને અનેક લોકો પાયમાલ થયાં હોય ત્યારે હીતમાં હવે તો, જનતા રેઇડ ઘોડીપાસાના દુષણનો કાયમી ઉકેલ હોવાનું મનાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનીક લેવલે દારૂ-જુગાર જેવી પ્રવૃતિ ચાલી રહી હોય તેવાં કિસ્સામાં આર.આર.સેલ મેદાને આવતું હોય છે અને વર્લી મટકા જેવા જુગારને પણ પકડી લેવામાં આવતો હોય છે પરંતુ કોઇપણ કારણસર જામનગરમાં સરાજાહેર ચાલતી ઘોડીપાસાની મામલે આર.આર.સેલપણ મુક પ્રેક્ષક બની ગયું છે ‘નવાનગર ટાઇમ’ દ્વારા આર.આર.સેલને પણ સંપૂર્ણ વિગતો આપવા છતાં બહાદુર ગણાતી પોલીસ વિભાગની આ ફોજ પણ ઘોડીપાસા કલબના સંચાલકો પાસે ટુંકી પડી હોય તેવું જણાઇ રહ્યું છે.

 

Related posts

વાયુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, સોમવારે કચ્છમાં થશે ભારે વરસાદ

Nawanagar Time

જોડિયામાં અવસાન પામેલા શિક્ષકને ખરાઅર્થમાં શ્રદ્ધાંજલિ આપતા શિક્ષકો

Nawanagar Time

જામનગર જિલ્લા જેલમાં મા શક્તિની ભક્તિ કરતાં કેદીઓ

Nawanagar Time

Leave a Comment