Nawanagar Time
ગુજરાત જામનગર

ફોર્મ્યુલા વન રેસ કારની દુનિયામાં જામનગર ના ગામમાં ઘોડા ગાડા અને બળદ ગાડા રેસ…

hource-race-in-jamnagar

ઘોડા દૌડ:-ફોર્મ્યુલા વન રેસ કારની આજની ઝડપી દુનિયામાં જામનગરના મસીતિયા ગામમાં ઘોડા ગાડા, બળદ ગાડા રેસ યોજાતા જુની યાદો  તાજઇ થઇ ગય હતી. પ્રતિ વર્ષ એક વાર યોજાતી આ અનોખી રેસે ગ્રામીણ પંથકમાં ભારે કુતુહલ પેદા કર્યું હતું. જામનગર તાલુકાના મસીતિયા ગામે ધૂળેટીના હઝરત કમરૂદીનશાહ બાબાના ઉર્ષ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રેસનું આયોજન કરવામાં આવે છે. પુરપાટ ઝડપે દોડતા ઘોડા નિહાળી ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ  ગયા હતાં. જુના જમાનામાં મનોરંજન સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે ગ્રામીણ પંથક ઘોડા-બળદ ગાડા રેસ યોજાતી હતી. જામનગર તાલુકાના મસીતીયા ગામે સદીઓ જૂની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. એક જમાનામાં અહી સૌરાષ્ટ્રભરના લોકો આ રેસ જોવા ઉમટી પાડતાં હતા આજે પણ ધૂળેટીના દિવસે અહી હજારોની સંખ્યામાં લોક ઉપસ્થિત  છે અને બળદ ગાડા- ઘોડા રેસ યોજાય છે. આ સ્પર્ધા માત્રા ને માત્રા મનોરંજન માટે યોજાય છે. ઇનામમાં જીતનારને સમાજ અને હકડેઠઠ મેદની વચ્ચે સાફો પહેરાવાય છે. જે બહુમાન ગણાય છે. વર્ષમાં એક વાર યોજાતી આ રેસ જોવા લોકો પરિવાર સાથે ઉમટી પડે છે.

hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar
hource-race-in-jamnagar

Related posts

ખાલી જગ્યાથી ‘ડચકાં’ ખાતી ગુજરાતની એટીએસ, નવી ભારતી કયારે ?

Nawanagar Time

દેવભૂમિ જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની શરૂઆત કરાવતા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના

Nawanagar Time

વીજરખીમાં રહેણાંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Nawanagar Time

Leave a Comment