Nawanagar Time
ગુજરાત જામનગર

હાઉસીંગ બોર્ડના કવાર્ટરધારકને 13.13 લાખનું ટેકસ બીલ

housing-boards-quarterly-bills-of-13-13-lakh

જામનગર મહાનગરપાલિકાનો ગંભીર છબરડો: નાના એવા કવાર્ટરને અધધધ બીલ ફટકારતા ગરીબ મિલ્કતધારક મુશ્કેલીમાં ટેકસ ઓફિસર કહે છે સર્વેયરની ભુલ હોવી જોઇએ

ટેકસ વસુલાતમાં કાચબા ગતિએ ચાલતી જામનગર મહાનગરપાલિકામાં લોલમલોલ ચાલી રહી હોવાનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના ટેકસ રિકવરી વિભાગ દ્વારા ધુંવાવ નજીક આવેલા હાઉસીંગ બોર્ડમાં ખોબા જેવડું કવાર્ટસ ધરાવતા આસામીને જાજું નહીં તો થોડુ રૂા. 13,13,079 હાઉસ ટેકસ અને સોલીડ વેસ્ટ મેનેજ મેન્ટ તેમજ સહીતનું તોતીંગ બીલ ફટકારતા કિડીને કોષના ડામ જેવો ઘાટ ઘડાયો છે. જો કે, જામનગર મહાનગરપાલિકાના આવા તોતીંગ બીલથી હાલતો કવાર્ટર ધારકના હોંશ ઉડી ગયા છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાના ટેકસ વિભાગ દ્વારા મીલ્કત નં. 180301 0203011170 ને નવા એસી એટલે કે ઘર નં. 05/21331/00000/001 થી પરેશભાઇ પરસોતમભાઇ નામના આસામીને સામાન્ય કર, સરચાર્જ, ક્ધઝરવંશી એન્ડ સીવરેજ ટેક્ષ અને સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ સહિત કુલ મળી 1313079.00નું બીલ ફટકારવામાં આવતા મીલ્કતધારક પરેશભાઇ પરસોતમભાઇ નામના આસામી હેરાન-પરેશાન થઇ ગયા છે.  વધુમાં ધુંવાવ ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત હાલતના કવાર્ટસને આટલું મોટું તોતીંગ બીલ ફટકારવામાં આવતા આ બીલ ‘નવાનગર ટાઇમ’ સુધી પહોંચ્યું છે.

આ મામલે જામનગર મહાપાલિકાના ટેકસ વિભાગના અધિકારી નંદાણીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇપણ મીલ્કતનો પહેલા સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ મિલ્કતધારકને નોટીસ આપવામાં આવે છે. અને ત્યારબાદ આખરી તબકકામાં બીલની બજણી થતી હોય છે.

જો કે, કિડીને કોષના ડામ જેવી આ ઘટનામાં હાઉસીંગ બોર્ડના કવાર્ટર ધારકને આટલી મોટી રકમના બીલ અંગે મહાનગરપાલિકાના ટેકસ વિભાગે જણાવ્યું હતું કે પહેલા તો આ બીલ જોવું પડે ત્યાર બાદ ખબર પડે કે શા માટે આટલું મોટુ બીલ આપવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ 2018-19ના સમય ગાળામાં 7 જુલાઇના રોજ આપવામાં આવેલા બીલ અંગે ટેકસ ઓફિસર પોતે અજાણ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે જામનગર મહાનગરપાલિકાના ટેકસ વિભાગની ભુલના કારણે હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતો મઘ્યમ વર્ગનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.

અને આર્થીક સંકળામણના આજના આ સમયમાં હાઉસીંગ બોર્ડના કવાર્ટસની કિંમત કરતાં પણ વધુ રકમનું બીલ ફટકારાતા મીલ્કતધારકતની માનસીક સ્થિતીને અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

શનિવારે CM જામનગરમાં: 74 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી

Nawanagar Time

જાણીતા મનિષ રોહેરાએ તમાકુ મામલે વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો

Nawanagar Time

ખંભાળિયામાં આરોગ્ય કર્મચારીઓની ગાંધીગીરી

Nawanagar Time

Leave a Comment