Nawanagar Time
ગુજરાત રાજકોટ હેલ્થ ટીપ્સ

કોઈપણ ઉંમરની વ્યક્તિ અંગદાન કરવા ઇચ્છતી હોય તો કેવી-કેવી રીતે કરી શકે?

how-can-a-person-of-any-age-want-to-donate

રાજકોટની માતાએ દીકરીની બે કિડની, લિવર, હાર્ટ ડોનેટ કરી ઘરથી જ પહેલ કરી

10 હજારથી વધુ લોકોને લેવડાવ્યા સંકલ્પ; 3 વર્ષમાં 106 કિડની, 48 લિવર, 160 ચક્ષુદાન કરાવ્યા

રાજકોટ:-એક દિવસ ભાવનાબેન મંડલી દીકરી રાધિકાને સમજાવી રહ્યા હતા કે બેટા તું જીવનમાં એવું કંઈક કરી બતાવ કે આખી દુનિયા તને યાદ કરે. થોડા દિવસો બાદ રાધિકાને અચાનક માથામાં દુખાવો થયો, તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાઈ ત્યાં ડોક્ટરોએ તેણે બ્રેઈનડેડ જાહેર કરી ત્યારે પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું, પરંતુ તબીબોએ સમજાવતા માતા-પિતાએ રાધિકાની બે કિડની, હાર્ટ અને લિવર દાન કરવાનો નિર્ણય કર્યો. રાધિકાના અંગોથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું. ધોરણ-10ની પરીક્ષામાં રાધિકાને 82.33 પીઆર આવ્યા. જીવતા તો ન થઇ શક્યું,પરંતુ મૃત્યુ બાદ રાધિકાને દુનિયા આજે પણ યાદ કરી રહી છે. તેના અંગો આજે પણ બીજા જીવમાં જીવંત છે. ભાવનાબેને અંગદાનની પહેલ પોતાના ઘરથી જ કરી અને ત્યારબાદ જાણે સામાજિક જવાબદારી બની ગઈ હોય તેમ તેઓ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સાથે જોડાયા અને ત્રણ વર્ષમાં 106 કિડની, 48 લિવર અને 160 જેટલા ચક્ષુદાન કરાવ્યા છે. જરૂરિયાતો માટે સંજીવની બની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર જઈને જાહેર કાર્યક્રમો થકી અંગદાન અંગે જાગૃતિ કેળવી છે અને અત્યાર સુધીમાં અંદાજિત 10 હજારથી વધુ લોકોને અંગદાન કરવાના સંકલ્પ લેવડાવ્યા છે. આ ફાઉન્ડેશનમાં ડૉ.સંકલ્પ વણઝારા, ડૉ.તેજસ કરમટા, ડો. દિવ્યેશ વિરોજા, મિત્તલ ખેતાણી અને નીતિન ઘાટલિયા જોડાયેલા છે.

લગ્નો-બેસણામાં જઈને અંગદાનના સંકલ્પ લેવડાવીએ છીએ

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ પણ યોજાતા લગ્નો, સમૂહલગ્નો, સત્કાર સમારંભ જેવા શુભ અને બેસણાના દુ:ખદ પ્રસંગોમાં પણ જઈને લોકોને અંગદાન કરવા માટે જાગૃતિ કેળવાય છે. લોકોને વ્યક્તિગત પણ મળીને તમામ જાણકારી આપી કાઉન્સેલિંગ કરે છે. હોસ્પિટલમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેમના પરિવારને પણ અંગદાનની સમજ અપાઇ છે.

અંગદાન કોઈપણ ઉંમરની વ્યક્તિ આવી રીતે કરી શકે
  • અંગનું દાન જીવતા અને મૃત્યુ બાદ પણ થઇ શકે.
  • જીવતા વ્યક્તિની કિડની ફેલ થઇ હોય તો તેના બ્લડ રિલેટિવ જ કિડનીનું દાન કરી શકે.
  • હાર્ટએટેકથી શરીરના મોટાભાગના અંગો મૃત્યુ પામે છે, માત્ર આંખ, ચામડી, હાડકાનું દાન લઇ શકાય.
  • મગજમાં ઈજા થાય, બ્રેઈન ડેડ થાય ત્યારે આંખો, કિડની, લિવર, હૃદય, ચામડી, સ્વાદુપિંડ, આંતરડાનું દાન કરી શકાય.
  • મૃત વ્યક્તિનું ચક્ષુદાન તો કરી જ શકાય.

Related posts

એસ્ટેટ વિભાગની વ્હાલા દવલાંની નીતિથી ચકચાર

Nawanagar Time

જામનગરની વધુ બે હોસ્પિટલમાં માઁ અમૃતમ્ કાર્ડમાં સમાવેશ

Nawanagar Time

ગુજરાતના બે નામાંકિત ગુજરાતીઓનું બહુમાન…

Nawanagar Time

Leave a Comment