Nawanagar Time
ગુજરાત જામનગર

કેટલા ગેરકાયદે બાંધકામ તોડ્યા? ઓડિટરે હિસાબ માંગ્યો

how-many-illegally-constructed-constructions-the-auditor-sought-accounting

ટાઉન પ્લાનિંગ વિભાગ ઓડિટરને ગાંઠતો જ ન હોવાથી તાકીદનો પત્ર પાઠવાયો: સ્ટેન્ડિંગ કમિશ્નરને કરાઈ જાણ

જામનગર:-જામ્યુકોમાં અનિયમીતતાઓ શોધવા જવી જ પડતી નથી એક શોધવા જતા અનેક મળી જાય છે ત્યારે ટાઉન  વિભાગ ઓડીટ વિભાગને ગાંઠતુ ન હોઇ અનેક પેરા કાઢી, તાત્કાલીક પુર્તતા મંગાઇ છે તેમાં એક ગંભીર મુદો એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ કેટલા? આસામી વાઇઝ પગલા લીધાની વિગતો રજુ કરી તેવો પત્ર ઓડીટરે ટીપીઓને પાઠવી તેની નકલો સ્ટેન્ડીંગ કમીટીને તેમજ કમીશ્નરને પણ મોકલી છે.

વિકાસ પરવાનગી અવિરત અપાય  અને એક અંદાજ મુજબ વર્ષ 2018-19ના પ્રથમ નવ મહિનામાં જ ત્રણ હજારથી વધુ વિકાસ પરવાનગી અપાઇ ગઇ છે જેની રૂપિયા 38 કરોડની આવક પણ થયાનું ટીપીઓ એ જાહેર કર્યુ હતું પરંતુ આવી દરેક રેકર્ડ ઉપરની બાબતો માસવાર કે ત્રિમાસીક પત્રકના રૂપે સ્પષ્ટ આવક કેટલી થઇ તેની સંપુર્ણ તલસ્પર્શી વિગત  વિભાગમાં સબમીટ કરાતી નથી તેમ નોંધાયુ છે. આ અંગે વારંવાર માહિતી માંગવા છતાં માહિતી પુરી પણ પાડવામાં આવતી નથી. આવા અનેક પ્રશ્ર્નો ઓડીટે પુછયા છે જે અંગે બ્રાંચ જવાબ દેવાની જરાપણ દરકાર કરતી નથી. અને ઓડીટને ગાંઠતી જ નથી.

ગેરકાયદેસર બાંધકામ ‘ચાવવાના-બતાવવાના જુદા’

જામ્યુકોની ટીપીઓ, એસ્ટેટ બંને બ્રાંચોના બારીકાઇથી  કરતા એક સ્ફોટક વિગત એ બહાર આવી છે કે ગેરકાયદેસર બાંધકામ બાબતે જામ્યુકોમાં સુયોજીત રીતે ‘ચાવવાના અને બતાવવાના જુદા’ જેવો ઘાટ ઘડાયો છે ખરેખર ગેરકાયદેસર બાંધકામ જે તોડી જ પાડવાના છે તે કેટલા? તેની સાચી માહિતી કયાંય નથી. વ્યવસ્થીત રીતે ચાલતી આ ઓપરેન્ડીમાં ટીપીઓમાંથી થતા જાવકનું લીસ્ટ જુદુ છે,  પહોંચતુ લીસ્ટ જુદુ છે, એસ્ટેટના રેકર્ડ ઉપર લીસ્ટ પુરૂ છે, કમીશ્નર કાર્યાલયમાં લીસ્ટ જુદુ છે અને તમામ ‘રમતુ’ના ‘કીંગ’ એકરો પાસે લીસ્ટ જુદુ છે તેમજ સમયાંતરે અમુક મીલકત કાં તો તેમાંથી બાકાત થઇ જાય છે અથવા તો કોઇ પ્રકારે ચઢી પણ જાય છે અને જ્યારે જાહેર કરવાનું થાય તો  યાદી જાહેર થતી નથી.

Related posts

ખેલ મહાકુંભમાં થતી ગોલમાલથી કન્વીનરપદે રહેવા કોઈ રાજી નથી

Nawanagar Time

વર્ષો જૂનો ખેડુતો નો પ્રશ્ર્ન, પણ નિવારણ કાઈ નય.. વાણિયા વાગડિયા ડેમ અંગે તંત્રનું ભેદી મૌન

Nawanagar Time

‘ખેડૂ’ એટલે ‘લેઉવા પટેલ’: મોદી

Nawanagar Time

Leave a Comment