Nawanagar Time
ગુજરાત જામનગર

કલ્યાણપુર જલારામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયું

human-merriment-has-emerged-in-the-pranpratitha-mahotsav-of-kalyanpur-jalaram-temple

આવતીકાલે મહોત્સવનું સમાપન : હોમ-હવન, શિખર અભિષેક, મૂર્તિપ્રતિષ્ઠા, સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતી તથા મહાપ્રસાદનું અદકેરૂં આયોજન

જામનગર:-કલ્યાણપુરમાં નવનિર્મિત જલારામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જાજરમાન રીતે ઉજવાઇ રહ્યો છે. ગઇકાલે મહોત્સવા પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. આજે જલયાત્રા, દેવનગર યાત્રા તથા ગણેશપૂજા સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ મહોત્સવનું આવતીકાલે સમાપન થશે.

કલ્યાણપુરના જલારામ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત લોહાણા મહાજનના ઉપક્રમે નવનિર્મિત જલારામ મંદિરના ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં આજે જલયાત્રા, દેવનગર યાત્રા, ગણેશપૂજા, સ્થાપિત દેવોની પૂજા, ગૃહશાંતિ તથા આવતીકાલે સવારે 10 વાગ્યે હોમ-હવન, શીખર અભિષેક, બપોરે 2 વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા, સાંજે 4 થી 6 સન્માન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે 6 વાગ્યે મહાઆરતી, સાંજે 7.30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

કલ્યાણપુરમાં નવનિર્મિત જલારામ મંદિરના ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ. કાલીન્દીવહુજી નટવરગોપાલ મહારાજ, રાજયસભાના સંસદસભ્ય પરિમલભાઈ નથવાણી, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા, તુલસીભાઈ ભાયાણી, દયારામભાઈ પાબારી, અમૃતલાલ ભાયાણી, પરાગભાઈ દાવડા, જીતેન્દ્રભાઈ ઠક્કર, વજુભાઈ પાબારી, અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મનસુખભાઈ બારાઈ, નિર્મલભાઈ સામાણી, નટુભાઈ કુંડલીયા સહિતના ઉપસ્થિત રહેશે અને મંદિરના નિર્માણ કાર્યમાં ભૂમિદાન સ્વ. મનોહરદાસ રાઘવજી ઠક્કર તથા ગોમતીબેન મનોહરદાસ ઠક્કર પરિવાર તરફથી મળ્યું છે. મુખ્ય દાતા તરીકે પરિમલભાઈ નથવાણી તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. ઉપરાંત સ્વ. રામકુંવરબેન લીલાધરભાઈ ભાયાણી તરફથી પણ અનુદાન પ્રાપ્ત થયું છે. શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી બકુલભાઈ સાતા કરાવશે. પ્રથમ ધ્વજારોહણ ભગવાનજીભાઈ પાંઉ પરિવાર દ્વારા કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ રાયઠઠ્ઠા, ઉપપ્રમુખ ભગવાનજીભાઈ બથિયા, મંત્રી જ્યંતીલાલ ભાયાણી, સહમંત્રી ભગવાનજીભાઈ પાંઉ તથા ટ્રસ્ટીઓ શૈલેષભાઈ કોટેચા, ગિરીશભાઈ સોનૈયા, કિશોરભાઈ ગોકાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

કલ્યાણપુરના જલારામ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત લોહાણા મહાજનના ઉપક્રમે નવનિર્મિત જલારામ મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિકોને સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખૂબજ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.

વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજના ઉત્થાન માટેના કાર્યક્રમોની રૂપરેખા પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઘડી કાઢવામાં આવી  છે. ગઈકાલે જલારામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોહાણા સમાજના હજારો લોકો ઉમટી પડયા હતા. આજે હોમ-હવન, શિખર અભિષેક બાદ મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે સાંજે સન્માન સમારોહની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા પણ સર્જાશે.

Related posts

‘નર્મદે.. સર્વદે..’ આજે વેરાન ભાસતી ફુલઝર નદી કાલે બે કાંઠે વહેશે

Nawanagar Time

હોળી ઇફેક્ટ ટ્રેનોમાં લાંબા વેઇટિંગ, બસોના ભાડા ડબલ

Nawanagar Time

જામનગરમાં ક્રિકેટના સુગંધી સોદા કરતો અત્તરનો વેપારી ઝડપાયો

Nawanagar Time

Leave a Comment