Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

રવીના ટંડનની જાહેરાતને સો સો સલામ

hundred-hundred-salutes-to-announce-ravi-tandon

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને હાલમાં જાહેરાત કરી છે કે એનું ફાઉન્ડેશન શહીદોના બાળકોના શિક્ષણમાં મદદ કરશે.  તેણે કહ્યું કે તે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોના અભ્યાસનો પૂરો ખ્યાલ રાખશે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને જણાવ્યું કે તે શહીદોના બાળકોના શિક્ષણને લઈને કાર્ય કરી રહી છે.

રવીના ટંડને જણાવ્યું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવા માટે દરેક લોકોએ આગળ આવવું જોઈએ, શહીદ જવાનોના બાળકો અને પરિવારને મદદ કરવા માટે દરેક વ્યક્તિએ યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. મેં છોકરીઓને શિક્ષિત કરવા માટેની જવાબદારી સંભાળી છે, પણ માત્ર છોકરીઓના શિક્ષણ સુધી આ સીમિત નથી. અમે પહેલાથી છોકરીઓના શિક્ષણને લઈને કાર્ય કરી રહ્યા છીએ.

રવીના ટંડને વધુમાં જણાવ્યું કે જો પ્રમાણિકતાથી કહું તો હું પહેલા પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનું સમર્થન નહોતી કરતી. જોકે પછી મને જાણવા મળ્યું કે અહીં કામ કરવા માટે આવતા પાકિસ્તાનના ઘણાં કલાકારો પરત પાકિસ્તાન ગયા બાદ ભારત વિશે સન્માનજનક વાત નથી કરતા. આ યોગ્ય નથી.

Related posts

ગ્રાન્ડ ફિનાલે માટે બીગ-બોસે લીધો યુ-ટર્ન

Nawanagar Time

સૌથી પાવરફૂલ મહિલાઓ સામેલ થઇ અનુષ્કા

Nawanagar Time

ક્રિશ-4માં પ્રિયંકાની જગ્યા લેશે દીપિકા

Nawanagar Time

Leave a Comment