Nawanagar Time
નેશનલ

કર્ણાટકના મંદિરમાં 1008 કિલો સૂકાં મરચાંથી થયો હવન

hundreds-of-1008-kg-dried-chillies-in-karnataka-temple

આ હવનમાં દેવી માને ખુશ કરવા માટે 1008 કિલો સૂકાં લાલ મરચાં અને ઉપરાંત શાકભાજી, નારિયેળ અને અન્ય મીઠાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

બેંગ્લુરૂ:-કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં આવેલા તીક્ષ્ણ પ્રત્યંગીરા દેવી મંદિરમાં શનિવારે અમાવસ્યા નિમિત્તે હવન કરવામાં આવ્યો હતો. આ હવનમાં સેંકડો શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. આ હવનમાં દેવી માને ખુશ કરવા માટે 1007 કિલો સૂકાં લાલ મરચાં અને ઉપરાંત શાકભાજી, નારિયેળ અને અન્ય મીઠાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મંદિરના ગુરુ અઘોર કિશોર ગણપતિ રાટનું કહેવું હતું કે આ હવન સિનેમા અને વેપારીઓનો બિઝનેસ વધારશે અને લોકોની આવરદા વધારશે.

નગરપાલિકા પાસે આ હવન માટેની પરવાનગી માગવામાં આવી ત્યારે તેમને ડર હતો કે મરચાંવાળો હવન થશે તો હવામાં ખૂબ ઝેરીલો ધુમાડો થશે અને હાજર લોકોને ખાંસીની અને આંખો બળવાની તકલીફ થશે. જોકે ખરેખર હવન થયો ત્યારે આવું કંઈ જ ન થયું. આયોજકોએ હવનની સામગ્રીને બદલે 1008 કિલો સૂકાં લાલ મરચાં, 1008 નારિયેળ, સફરજન, મોસંબી, દાડમ, મીઠાઈ અને 1008 કિલો શાકભાજી વાપર્યા હતાં.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં ર4 કલાકમાં ત્રણ આતંકી હુમલા

Nawanagar Time

હાર્દિક વાપસીની ઉતાવળ ન કરે: ઝહીર

Nawanagar Time

જેએનયુમાં હુમલા પ્રકરણના દેશભરમાં પડઘાં

Nawanagar Time

Leave a Comment