Nawanagar Time
સ્પોર્ટસ

લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદનો 5 વિકેટે રોમાંચક વિજય

hyderabads-5-wicket-thriller-victory-in-a-low-scoring-match

ફિરોઝશાહ કોટલાના મેદાન ખાતે રમાયેલી લો-સ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવી રોમાંચક જીત મેળવી. દિલ્હીના 20 ઓવરમાં 8 વિકેટે 129 રનના સ્કોરને હૈદરાબાદે 18.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પાર કરી લીધો હતો. દિલ્હીના બોલરોએ સારો દેખાવ કર્યો હતો છતા તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. હૈદરાબાદ તરફથી જૉની બેરસ્ટોએ સૌથી વધુ 48 રન બનાવ્યા હતા.

130 રનના સ્કોરની પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ડેવિડ વૉર્નર (10) રન બનાવી આઉટ થયો હતો. જોકે, બાદમાં વિજય શંકર (16), મનીષ પાંડે (10) અને દીપક હૂડ્ડા(10) પણ નિષ્ફળ રહ્યાં હતા. જોકે, ગત મેચના સેન્ચુરિયન જૉની બેરસ્ટોએ એક છેડો સાચવીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તેણે 28 બોલમાં 48 રન બનાવ્યા હતા. તે 2 રન માટે અર્ધસદી ચૂકી ગયો પણ ટીમને જીતની સ્થિતિમાં લાવી દીધી. બાદમાં મોહમ્મદ નબી-યુસૂફ પઠાણની જોડીએ ટીમને જીત સુધી પહોંચાડી હતી.

અગાઉ હૈદરાબાદે ટૉસ જીતી દિલ્હીને બેટિંગ આપી હતી. DCની શરૂઆત નબળી રહી હતી અને તે તેમાંથી ઊબરી શકી જ નહોતી. કેપ્ટન શ્રેયસ ઐયર(43) અને અક્ષર પટેલ (23)ને બાદ કરતા બધા બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. આના પરિણામે ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 8 વિકેટે 129 રન સુધી જ પહોંચી શક્યો હતો.

Related posts

કોહલીને મળતી મેચની રકમ કરતા રવિ શાસ્ત્રીનો પગાર વધારે, નવા કરાર પ્રમાણે ચૂકવણી

Nawanagar Time

વિરાટ કોહલીએ મનાવ્યો તેના પર્સનલ સિક્યોરિટી ગાર્ડનો બર્થ-ડે

Nawanagar Time

ટીમ ઈન્ડિયાને હરાવ્યાનું ગૌરવ છેઃ વિલિયમસન

Nawanagar Time

Leave a Comment