Nawanagar Time
ગુજરાત જામનગર

હું કોંગ્રેસનો વફાદાર સૈનિક: ધારાસભ્ય વલ્લભ ધારવિયા

i-am-a-loyal-soldier-of-congress-mla-vallabh-athaviya

ભાજપમાં જોડાવા દિગ્ગજ નેતાઓએ સંપર્ક સાધ્યાની કબૂલાત

જામનગર:-ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે અને એક પછી એક કોંગી  કોંગ્રેસ છોડી ભાજપનુ કમળ પકડી રહ્યા છે ત્યારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ આજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું, હું કોંગ્રેસ છોડવાનો નથી. નોંધનીય છે કે, વલ્લભ ધારવીયાને પણ ભાજપના દિગ્ગજ નેતાઓએ કેસરીયો ધારણ કરવા ઓફર કરી હોવાનું પણ તેઓએ કબુલ્યું હતું.

લોકસભા ચૂંટણી પુર્વે  જનતા દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો અંકે કરી વોટબેંક કબજે કરવા કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં અગાઉ કુંવરજી બાવળીયા, આશાબેન પટેલ બાદ ગઇકાલે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા બાદ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ ભાજપમાં જોડાઇ તેવી  વહેતી થઇ હતી. જો કે, ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાએ આજે પોતાનું સ્ટેન્ડ કિલયર કરતાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું અને કોંગ્રેસ છોડવાનો નથી. અગાઉ 25 વર્ષ સુધી ભાજપની સેવા કરી છે પરંતુ અન્યાય થયો ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયો છું અને કોંગ્રેસ સાથે જ રહેવાનો છું. શું ભાજપે  પહેરવા ઓફર કરી હતી કે કેમ ? તે સવાલના જવાબમાં વલ્લભભાઇએ સ્પષ્ટ કહ્યું હતું કે 25 વર્ષથી ભાજપ સાથે નાતો રહ્યો હોય સ્વાભાવિકપણે ભાજપના નેતાઓએ મારો સંપર્ક ર્ક્યો હતો પરંતુ હું કોંગ્રેસ સાથે જ છું અને રહીશ.

Related posts

માછલી ઘર, પક્ષી ઘર જોનારા જૂજ; ખર્ચ લાખોના છતાં ઓડિટથી બાકાત..!

Nawanagar Time

મુસાફરોનો ધસારો વધતાં ખાનગી ટ્રાવેલ્સના ભાડાં વધ્યાં

Nawanagar Time

જામનગરમાં વર્લીં-મટકાના જુગાર અંગે ચાર સ્થળે દરોડા

Nawanagar Time

Leave a Comment