Nawanagar Time
ગુજરાત જામનગર

જાણો શુ કીધું અલ્પેશ એ કોંગ્રેસ મા રેહવા માટે …

i-am-with-congress-alpesh

જામનગર:-ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાશે તેવી અટકળો છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહી હતી. પરંતુ આજે અલ્પેશ ઠાકોરએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો છે. આજે પત્રકારોને સંબોધતી વખતે અલ્પેશ ઠાકોરએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં  નારાજગીની વાતો ચાલી રહી છે. આ વાતનો હું કયારેય ઈન્કાર કરીશ નહીં. સત્તા બધાને ગમે છે. મારે પણ જોઇએ છે. મારે લોકો માટે મંત્રી બનવું છે. પરંતુ મારી સાથે જોડાયેલા લોકો ખૂબ જ ગરીબ-જરૂરિયાતમંદ છે. તેમનો પાયાનો વિકાસ કરવો જરૂરી છે. આ લોકોના વિકાસ માટે માત્ર મંત્રીપદ કાફી નથી.  વિકાસ માટે સરકારની જરૂર છે. લોકોએ મારા પર વિશ્ર્વાસ મૂકયો છે.

અલ્પેશે વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી સમયે હું લોકો પાસે ગયો હતો અને લોકોએ મને કોંગ્રેસમાં જોડાઇ રહેવાનું કહ્યું હતું. તે સમયે લોકોનો આ જનાદેશ હતો. બે દિવસથી હું ખૂબ જ ક્ધફ્યૂઝ હતો. બે દિવસથી હું સૂતો પણ  મારે સત્તા જોઇતી હોત તો, મેં તે છ મહિના પહેલાં જ લઇ લીધી હોત તેવો મત અલ્પેશે પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો. અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, બહાર ચર્ચાય છે કે, મેં પત્ની માટે ટિકિટ માંગી હતી. જો કે, મારી પત્ની મારું ઘર સંભાળેે છે. હું ઘર સંભાળી  નથી. મારી પત્ની મારા પરિવારને સંભાળે છે. જેથી મારા પરિવારનું કોઇ રાજનીતિમાં નહીં આવે. મને મંત્રી બનવાનો વિચાર આવ્યો હતો પણ મેં સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે. ગરીબો અને બેરોજગારો માટે હું લડીશ. હું કોંગ્રેસમાં જ રહીશ અને કોંગ્રેસને જ સમર્થન કરીશ. મારા નિર્ણયથી ઘણાં લોકો નારાજ થશે. મારે  વિશ્ર્વાસ જોઇએ છે, મંત્રીપદ નહીં. મારો સમાજ કહેશે તો હું ફકત ઠાકોરસેના પણ ચલાવીશ. હું દિલ્હી ગયો હતો. મારે કોંગ્રેસથી કોઇ નારાજગી નથી.

Related posts

વોર્ડ નં. 15ની સોસાયટીમાં ગટરના ગંદા પાણી ભરાતા વ્યાપક રોષ ફેલાયો

Nawanagar Time

બેંકમાંથી રૂા.35 લાખની ચોરી મામલે કેશિયર-પટ્ટાવાળા સહિત ત્રણ સસ્પેન્ડ

Nawanagar Time

વિજયભાઇ રૂપાણી જામનગરમાં

Nawanagar Time

Leave a Comment