Nawanagar Time
ગુજરાત જામનગર

હું ભાજપમાં નહીં જાઉં: ચિરાગ કાલરિયા

i-will-not-go-to-bjp-chirag-kalaria

જામજોધપુરના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાની સાફ-સાફ વાત

જામનગર:-કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની હોડ લાગી છે ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્યનો ભાજપે સંપર્ક  હોવાની અને તેઓ કોંગ્રેસ છોડતા હોવાની વાતો ચર્ચાના એરણે ચડતા  તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું ભાજપમાં જવાનો નથી.

તોડજોડના રાજકારણ વચ્ચે જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાત વહેતી થતાં તેઓએ મિડીયાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વાત માત્ર અફવા છે હું   જોડાવાનો નથી, કોંગ્રેસ સાથે છું અને રહીશ.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપી નેતાઓ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાના સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ આજે તેઓએ મિડીયા સમક્ષ સ્પષ્ટતા કરી પોતે કોંગ્રેસ સાથે જ રહેનાર હોવાનું જાહેર કરતાં કોંગ્રેસને હાશકારો થયો છે.

Related posts

ફરજ મોકુફમાંથી જામનગરના એક પીઆઈ અને એક પીએસઆઈને તાકીદે હાજર થવા આદેશ

Nawanagar Time

પત્ની રિસામણી ચાલી જતાં જામનગરના યુવાને જીવ દીધો

Nawanagar Time

જિલ્લા પંચાયતની આરોગ્ય સમીતી દ્વારા આશા વર્કરોનું સન્માન કરાય

Nawanagar Time

Leave a Comment