Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકાનો પાણી પ્રશ્ર્ન હું વહેલી તકે ઉકેલીશ: મંત્રી હકુભા જાડેજા

i-will-soon-solve-the-water-issue-of-dwarka-minister-sukkum-jadeja

દ્વારકા:-જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મંત્રી હકુભા જાડેજાએ આજરોજ દ્વારકાધીશના દર્શન કર્યા હતાં અને દ્વારકાના લોકોને પાણી પ્રશ્ર્નનો ઉકેલ ત્વરીત લાવવાની ખાત્રી આપી હતી.

આજરોજ દ્વારકાના મહેમાન બનેલા હકુભા જાડેજાએ લોકોને કહ્યું હતું કે આપના પાણી પ્રશ્ર્નનો ઉકેલ વહેલી તકે લાવીશ. ભારતીય જનતા પક્ષ જે પણ કામ સોપશે તે કામ કરવા હું તત્પર છું. હકુભા જાડેજાએ દ્વારકાના રહિશોની સમસ્યા જાણી તેનો ઉકેલ લાવવાની ધરપત આપી હતી.

અત્રે નોંધનીય છે કે, દ્વારકામાં પાણીનો પ્રશ્ર્ન ખુબ જ વિકટ બનતો જાય છે તંત્રને અવાર નવાર રજૂઆત છતાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હકુભા જાડેજાએ દ્વારકાને પાણી પ્રશ્ર્નનો ઉકેલ લાવવાની ખાત્રી આપી છે.

Related posts

જામનગરમાં ઝડપાયેલ બેલડીએ 100 જેટલાં બોગસ આઈકાર્ડ વેંચ્યાની કબુલાત

Nawanagar Time

મીડિયા કર્મીઓ અને વહીવટી તંત્ર વચ્ચે મેદાનમાં સટાસટી

Nawanagar Time

ખંભાળિયાના દાતા ગામે પુલના જોડાણ પાસે ભંગાણ: પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ

Nawanagar Time

Leave a Comment