Nawanagar Time
ગુજરાત જામનગર

આયુર્વેદ યુનિવર્સિટીના સ્થળાંતર થાય તો જોયા જેવી : ધારાસભ્ય માડમ

if-ayurveda-university-migrates-then-it-looks-like-mla-madam

જો આયુર્વેદ યુનિવર્સિટીનું સ્થળાંતર થશે તો વિરોધનો વંટોળ ઉભો થશે: વિક્રમ માડમ.

કેન્દ્રના આયુષ મંત્રાલયની ખાનગી રાહે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખસેડવાની કામગીરીને કોંગી ધારાસભ્યએ વખોડી

જામનગર:-જામનગરમાં રાજવી પરિવારના કાળથી આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને જામનગરથી ખસેડી ગાંધીનગર લઇ જવાના મુદ્દે  ખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી આયુર્વેદ યુનિવર્સિટીને જામનગરમાં જ રાખવા માંગણી કરી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જે હાલ જામનગરસ્થિત રજવાડા શાસનથી કાર્યરત છે. તેને ગાંધીનગરના કોલવાડા ખાતે ખસેડવાની હિલચાલ શરૂ થતાં આ મુદ્ે ખંભાળિયાના ધારાસભ્યએ આયુર્વેદ હોસ્પિટલ ન ખસેડવા જામનગરમાં જ રાખવાની માંગણી કરી છે. અહીં એશિયાના અનેક ખંડમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં હોય છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદ કોલેજ તથા હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવારઅર્થે આવતાં હોય છે. ઓપીડી તેમજ ઇન્ડોર દાખલ થયેલા દર્દીઓને આધુનિક આયુર્વેદ સારવાર અહીં અપાય છે. જામનગરના રાજવી પરિવાર દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીની જમીન દાનમાં અપાઇ છે. આયુર્વેદની ચિકિત્સાલય, હોસ્પિટલનો વિકાસ થયેલ છે. વિશાળ આયુર્વેદિક કોલેજનો પણ વિકાસ થયો છે. ભારત સરકારના આયુષ મંત્રાલય અને નીતિ આયોગ દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આ વિષે યુનિવર્સિટીના વડા ઉપકુલપતિ સંજીવ ઓઝાને આયુર્વેદ યુનિવર્સિટીના સ્થળાંતર બાબત કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યું છે.

પરંતુ જો જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને જામનગરથી ખસેડી ગાંધીનગરની કેટલવાડી ખાતે સેડવાની સરકારની તૈયારીનો દેવભૂમિ દ્વારકાના લોકપ્રતિનિધિ તરીકે સખત વિરોધ છે. જો આયુર્વેદ યુનિવર્સિટીનું સ્થળાંતર થશે તો વિરોધનો વંટોળ ઉભો થશે. આવો કોઇ નિર્ણય હાલમાં કે ભવિષ્યમાં ન લેવા પ્રજાના હિત માટે મારી માંગણી છે.

Related posts

જામનગર મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓનો મામલો પોલીસ ચોપડે, આ હતું કારણ

Nawanagar Time

વ્યસન તથા જરૂરી ચીજવસ્તુના કાળા બજારીઓને કાયદાના પાઠ ભણાવો: કોંગ્રેસ

Nawanagar Time

ખંભાળિયામાં ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો: માળીના શખ્સ સામે ગુનો

Nawanagar Time

Leave a Comment