Nawanagar Time
હેલ્થ ટીપ્સ

વૃદ્ધો તેમની વૃદ્ધાવસ્થામાં આમ કરશે તો તેમનું આયુશ્ય વધેશે,જાણો કેમ…

if-older-people-do-this-in-their-old-age-their-fitness-will-increase-why-not
  • ખુશીથી રહેતા વૃદ્ધ લોકો લાંબા સમય સુધી જીવી શકે છે. હા, આ માહિતી નવા અભ્યાસમાં સામે આવી છે. સંશોધકોના આ જૂથમાં ભારતીય મૂળના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. ખુશ રહેવું એ આરોગ્ય માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો ખુશ રહીને જીવન જીવવામાં આવે તો આયુષ્ય વધવાની સંભાવના છે.
  • ‘એજ એન્ડ એજિંગ’ નામક સામાયિકમાં પ્રકાશિત થયેલા સર્વેક્ષણમાં ૪૪૭૮ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૯ શરુ કરવામાં આવેલો આ અભ્યાસ ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહ્યો હતો.
  • આ અભ્યાસમાં શરૂઆતમાં ખુશી અમે પાછળથી કોઈ કારણોસર મૃત્યુની શક્યતા વચ્ચે અભ્યાસ કરવામાં હાથ ધરાયો હતો. સિંગાપુરમાં ડ્યુક NUS મેડિકલ સ્કૂલના સહાયક પ્રોફેસર રાહુલ મલ્હોત્રા એ કહ્યું હતું કે,
  • સંશોધનમાંપ્રાપ્ત થયેલા પરિણામોમાં આ સંકેત મળ્યો છે કે ખુશીમાં સહેજ વધારો પણ વૃદ્ધ લોકોના દીર્ધાયુષ્ય માટે લાભદાયી હોઇ શકે છે. આ સર્વેક્ષણ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સિંગાપોરમાં રહેતા લોકો પર મુખ્ય રીતે કેન્દ્રિત હતું.
  • પ્રોફેસર મલ્હોત્રા એ જણાવ્યું હતું કે, ખુશી અથવા મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી જાળવી રાખવા માટે અથવા સુધારવા માટે વ્યક્તિગત સ્તર પર તેમજ સરકારી નીતિઓ અને કાર્યક્રમોની મદદ થી પણ વૃદ્ધ લોકો દીર્ઘાયુ બની શકે છે.

Related posts

આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ

Nawanagar Time

જો નિરોગી રહેવું હોય તો રોજ બાજરો આરોગો

Nawanagar Time

રોજ સવારમાં એકવાર ખાલી પેટે પીઓ એક ગ્લાસ પાણી,શરીરને થશે આ અદભુત ફાયદાઓ

Nawanagar Time

Leave a Comment