Nawanagar Time
હેલ્થ ટીપ્સ

જે લોકોને એકદમ ગરમ ચા પીવા ની આદત હોય તો થાઓ સાવધાન,નહીંતર થશે આ ગળાનું કેન્સર…

if-people-are-habit-of-drinking-hot-tea-be-aware-that-this-type-of-cancer

ચા ગરમ જ પીવામાં મજા આવે છે અને ઘણાં લોકોને તો એકદમ ગરમ ચા પીવાની આદત હોય છે. પણ સ્વાદને કારણે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે. જી હાં, ગરમ ચા પીવાથી તમારા ગળા અને પેટને નુકસાન થઈ શકે છે. ચા હમેશાં ગરમ આવે પછી 4-5 મિનિટ પછી જ પીવી જોઈએ. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પણ આ વાત સામે આવી ચૂકી છે કે વધુ ગરમ ચા પીવાથી ફૂડ પાઈપ (ભોજનની નળી) અથવા ગળાનું કેન્સર થવાનો ખતરો 8 ગણો વધી જાય છે. તો ચાલો જાણી લો એકદમ ગરમ ચા પીવાના નુકસાન.

ગેસ પરથી ચા ઉતરે એટલે તરત પીવી નહીં

ઈરાનમાં લોકો સૌથી વધુ ચા પીવે છે. ત્યાંના લોકો તમાકુ અને સિગરેટનું સેવન પણ કરતાં નથી. તેમ છતાં ત્યાં ઈસોફેગલ કેન્સરની સમસ્યા વધુ જોવા મળે છે. તેની પાછળનું કારણ ગરમ ચા છે, જે ગળાના ટિશ્યૂઝને નુકસાન પહોંચાડે છે. ચાંને આંચ પરથી ઉતારી 4-5 મિનિટમાં ચા પીવાવાળા લોકોની તુલનામાં 2 મિનિટની અંદર ચા પીવાવાળા લોકોને આ કેન્સર થવાનો ખતરો 5 ગણો વધી જાય છે.

50 હજાર લોકો પર થયો રિસર્ચ

આ રિસર્ચ માટે લગભગ 50 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જે મુજબ ચા પીવા અને કપમાં નાખવાની વચ્ચે ઓછાંમાં ઓછું 5 મિનિટનું અંતર હોવું જોઈએ.

અન્ય નુકસાન

વધુ ગરમ ચા પીવાથી એસિડિટી, અલ્સર અને પેટથી જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. માત્ર ગરમ ચા જ નહીં પણ કોઈપણ અન્ય ગરમ વસ્તુઓનું સેવન તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે અને પેટની બીમારીઓનો ખતરો વધારે છે. જેથી એટલી જ ગરમ વસ્તુઓ ખાવી જેનાથી મોં, ગળું અને પેટમાં બળતરા ન થાય.

Related posts

ટોયલેટ સીટ જેટલું ગંદુ હોય છે ATM મશીન, સંશોધન માં થયો ખુલાસો

Nawanagar Time

તંદુરસ્ત રહેવા માટે આજથી જ કરો લાઇફસ્ટાઇલમાં ફેરફાર, હંમેશાં હેલ્ધી રહેશો

Nawanagar Time

બિન્દાસ પણે પીઓ આ મિલ્કશેક્સ,જરાપણ નહિ વધે તમારું વજન…

Nawanagar Time

Leave a Comment