Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાને સફાઇ કામદારના પગ ધોયા હોય તો પુરાવા આપો: જામનગર વાલ્મિકી યુવા પ્રમુખ

if-the-prime-minister-washed-the-cleaners-feet-give-evidence-jamnagar-valmiki-youth-president

વડાપ્રધાન વાલ્મિકી સમાજના પગ ધોવે અને ગુજરાત સરકાર અધિકારોથી વંચીત રાખે

જામનગર:-તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કુંભ મેળામાં સફાઇ કામદારોના પગ ધોઇ દેશને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે ત્યારે જામનગર વાલ્મિકી મઘ્યસ્થ યુવા પાંખના પ્રમુખ  વી. બાબરીયાએ વડાપ્રધાનના આ કાર્યને ચૂંટણી લક્ષી સ્ટંટ ગણાવી જો વડાપ્રધાને વાલ્મિકી સમાજના પગ ધોયા હોય તો તે વ્યકિતના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને જાતિઅંગેના પુરાવા આપવા માંગ કરી છે.

જામનગર વાલ્મિકી મઘ્યસ્થ યુવા પાંખના પ્રમુખ મહેશ બાબરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવેલી વિગતો અક્ષરસહ જોઇએ તો  જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જય ભીમ સાથે જણાવવાનું કે, તા. 25-02-2019ના પ્રયાગરાજ ખાતે જે કુંભમેળામાં આપે વાલ્મિકી સમાજના સફાઇ કામદારોના પગ ધોવાને સાફ પણ કર્યા હતાં. પણ જામનગર ગુજરાત વાલ્મિકી સમાજને શંકા છે કે, જો સફાઇ કામદારોના પગ ધોયા ખરેખર વાલ્મિકી સમાજના સફાઇ કામદારોના પગ જ હતાં?  જામનગર વાલ્મિકી સમાજના પ્રમુખ હોવાથી મારી જવાબદારી બને છે કે, હું ભારતનો નાગરિક છું તો લોકશાહી ઢબે મને જાણવાનો સંવિધાનિક હક્ક છે. તો વડાપ્રધાનને વિનંતી કે, પ્રયાગરાજમાં જે સફાઇ કામદારોનો પગ ધોયા તેના અનુસૂચિત જાતિના છે તેવા કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને જાતિ અંગેના પુરાવા  આપવા આપને નમ્ર વિનંતી છે.  કે, આપ પગ ધોવો છો તે આપની સરકારમાં આ સમાજ ઉપર ઘોર અન્યાય ચાલે છે. ગુજરાતમાં તો હક્ક અને અધિકારીથી વંચિત રાખવામાં આવે છે. વાલ્મિકી સમાજ સાથે ચૂંટણીલક્ષી સ્ટંટ રમવામાં આવે છે. પણ હવે વાલ્મિકી સમાજ જાગી ગયેલ છે. જો આગામી ચૂંટણી પહેલાં ગુજરાતના વાલ્મિકી સમાજને ન્યાય નહીં મળે  ગુજરાત વાલ્મિકી સમાજ પણ આ લોકસભામાં પૂરેપૂરી તાકાત બતાવશે. જેની તમામ જવાબદારી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રહેશે તેવું અંતમાં જણાવ્યું છે.

Related posts

માધાપર-ભુંગાના પાણીના ટાંકામાં મરેલા ઉંદર-પક્ષી : જામ્યુકો બેખબર

Nawanagar Time

મંદીના માહોલ વચ્ચે બાંધકામ-રિનોવેશન માટે રૂા.32 કરોડ ફી જમા

Nawanagar Time

સુપોષિત ગુજરાતના નિર્માણનો આધારસ્તંભ બનવા ગ્રામજનોને અપીલ

Nawanagar Time

Leave a Comment